Western Times News

Gujarati News

શ્રી એન. પી. ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયમાં ગણિત, વિજ્ઞાન ,પર્યાવરણ પ્રદર્શન યોજાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) દામાવાસ કંપા મુકામે શ્રી એન. પી. ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આચાર્ય સંઘના પ્રવક્તા ભાનુભાઈ પટેલ ની અધ્યક્ષતામાં, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રકાશભાઈ સુથાર, બોર્ડ સદસ્ય શ્રી એચ ડી. પટેલ, નોડલ કન્વીનર શ્રી વિભાષભાઈ રાવલ, ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ ની નિશ્રામાં યોજાયું…

યજમાન શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહજી કુંપાવત ના સ્વાગત પ્રવચન બાદ સૌએ હૃદયના પુરા ભાવથી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ડાયટ ઇડરના લાયજન અધિકારી ડોક્ટર નિષાદ ઓઝા સાહેબે પણ આશીર્વાદ આપ્યા હતા.

સૌ બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેને તૈયાર કરનાર સૌ ગુરુજીઓને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.. આ પ્રસંગે નિર્ણાયકશ્રીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. ભોજન દાતા મગનભાઈ પટેલ અને આ પ્રસંગે રૂપિયા ૨૫,૦૦૦ નું દાન આપનારશ્રી બાબુભાઈ પાર્થ એગ્રો સીડ્‌સ ખેડબ્રહ્માનુ પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના મંત્રી શ્રી ડાયાભાઈ એન પટેલ, ભારતીય કિસાન સંઘના મંત્રી દિનેશભાઈ પટેલ, મુખીશ્રી લખુબાપા, ઉત્તમ સીડ્‌સના પ્રવીણભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા વડાલી અને વિજયનગર તાલુકાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.. આભાર વિધિ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ એસ પટેલે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજીના શિક્ષક શ્રી શૈલેષભાઈ પ્રજાપતિએ કર્યું હતું…

સૌ ગ્રામજનો અને આજુબાજુ ની શાળાના બાળકોએ પણ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો લાભ લીધો હતો અને ગૌરવની લાગણી અનુભવી હતી. દરેક વિભાગમાંથી પ્રથમ ત્રણ પ્રાપ્ત કરનાર આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે. સૌ બાળ વૈજ્ઞાનિકોને શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહજી કુમ્પાવત એ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.