Western Times News

Gujarati News

આત્મહત્યાના પ્રયાસ સુધી મજબૂર બનેલા યુવાનને પોલીસે રપ લાખ પરત અપાવ્યા

પ્રતિકાત્મક

ઝડપાયેલી ટોળકીએ રશિયાથી આવેલ એક શખસ મારફતે ટેલીગ્રામના ગ્રુપમાં ત્રીસથી પાંત્રીસ લાખના યુએસડીટી ચાઈનીઝ પાર્ટીને મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ટેલીગ્રામના માધ્યમથી રોકાણના નામે ફ્રોડ કરતી ટોળકીના સંકજામાં ફસાયો હતો

વડોદરા, ઓનલાઈન ટેલીગ્રામના માધ્યમથી રોકાણના નામે ફ્રોડ કરીને વડોદરાના યુવાનને આત્મહત્યાના પ્રયાસ સુધી મજબુર કરતી સુરતની ટોળકીના ઝડપાયેલા આઠ લોકો પાસેથી વડોદરા પોલીસે રપ લાખની રીકવરી કરી છે. આ નાણાં ભોગ બનેલ વડોદરાના યુવાનને પરત મળ્યા હતા.

ઝડપાયેલી ટોળકીએ રશિયાથી આવેલ એક શખસ મારફતે ટેલીગ્રામના ગ્રુપમાં ત્રીસથી પાંત્રીસ લાખના યુએસડીટી ચાઈનીઝ પાર્ટીને મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું.

વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ખૂશ્બુ મયંક ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યા અનુસાર તેમના પતિ પર ઈન્ટરનેશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમાં જણાવાયું કે યુટુબ સેલિબ્રીટીને ફોલો કરવા માટે રૂ. બે હજારથી રૂ. દસ હજાર આપવામાં આવશે. આ માટે ટી સિરીઝનો વિડીયો પણ આપ્યો હતો. જેને લાઈક કરવાના ટાસ્ક સુધીની વાત વોટસએપમાં થઈ હતી ત્યારબાદ ટાસ્ક અંગે ટેલીગ્રામ આઈડી આપવામાં આવ્યું હતું.

ટેલીગ્રામ આઈડી પરથી યુટયુબ સેલિબ્રીટીને ફોલો કરી પૈસા કમાવવાની લાલચે થોડાક પૈસા આપવામાં આવ્યા હતા. જીઆઈજી કંપનીનો બનાવટી ગેરેન્ટી એગ્રીમેન્ટ મોકલી લાખો રૂપિયા પરત મળ્યાના સ્કિન શોટ મોકલવામાં આવ્યાનું બતાવી વિશ્વાસમાં લઈ યુપીઆઈ આઈડી તથા એકાઉન્ટમાં રૂ.રપ લાખ ભરાવડાવ્યા હતા પછી જણાવ્યું કે ઈન્વેસ્ટ કરેલા પૈસા પરત મળશે,

જાે નહિ ભરો તો રૂપિયા નહિ મળે, આમ પૈસા કઢાવવા સતત માંગણી કરતા ફરિયાદીના પતિ ડિપ્રેશનમાં આવી ગયા હતા. આખરે ગત તા.ર૬મી મેના રોજ જીવન ટુંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા તપાસના આધારે મળી આવેલી વિગતો મુજબ આઠ લોકોને પકડી લીધા હતા.

આ પૈકીના રશિયાથી આવેલ ભાવેશ ગાબાની ટેલીગ્રામ ગ્રુપમાં ત્રીસથી પાંત્રીસ લાખના યુએસડીટી ચાઈનીઝ પાર્ટીને મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જયારે હિરેન પટેલ અને પ્રદિપ કાછડીયા અબ્બાસભાઈ ખોલાવેલા એકાઉન્ટમાં આવેલા ફ્રોડના નાણાંને દુબઈ ખાતે ક્રેશ મોકલીને યુએસડીટી ખરીદીને રોકડ કેશમાં રકમ લેતો હતો પોલીસે મૂળ સુધી પહોંચીને મયંક ગાંધીને રોકાણ માટે બેન્કના વિવિધ ખાતામાં ભરેલા કોર્ટના ઓર્ડર મારફતે રૂપિયા રપ લાખ રિકવર કરી પરત અપાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.