Western Times News

Gujarati News

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ઠંડી નહીં પડે અને માવઠું પણ નહીં થાય

અમદાવાદ, હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે ગરમી હોય છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હવામાન કેવું રહેશે, તે અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી છ દિવસ મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. આ સાથે વાતાવરણ સુકૂં રહેશે તેવું પણ અનુમાન કર્યુ છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી તથા ગુજરાતના બાકી વિસ્તારોમાં હવામાન ડ્રાય રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુરૂવારે બપોરે આપેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના કોઇપણ વિસ્તારમાં વરસાદની કોઇ સંભાવના નથી.

રાજ્યમાં મોટાભાગે વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ હવામાન રહેવાની સંભાવના છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૨થી ૩૫ ડિગ્રી હવામાન રહેવાની સંભાવના છે. તો લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, બે ત્રણ દિવસમાં લધુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીની આસપાસ તાપમાન ઘટવાની આગાહી છે.

આ સાથે તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે જણાવતા કહ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજી ગુજરાતથી ઘણું દૂર છે. તેની ગુજરાત પર અસર વધારે થવાની સંભાવના નથી. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ૫થી ૧૨ નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે. ૧૬થી ૨૪ નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. ૨૪ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે.

આ અરસામાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાયેલું જાેવા મળી શકે છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પર અલનીનોની અસર જાેવા મળી હતી અને હજુ પણ અલનીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતાઓ રહેશે. હમણાં સવારે ઠંડી લાગશે અને લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી આસપાસ રહેશે. મહત્તમ તાપમાન વધુ રહેશે. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે ૧૫ નવેમ્બરથી વાતાવરણ ઠંડુ રહે તો સારું ગણાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.