Western Times News

Gujarati News

મેડિકલ સ્ટોર પર દરોડો પાડીને નાર્કાેટિક્સ દવાના જથ્થા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી

(એજન્સી) અમદાવાદ, શહેરમાં દર એકાદ બે દિવસે મળી આવતું એમડી ડ્રગ્સ, કફ સિરપ, ગાંજાે સહિતના નશીલા પદાર્થ એ સૂચવી રહ્યા છે કે આવનારો સમય યુવાનો માટે ખતરાની ઘંટી સાબિત થશે. રાત રંગીન કરવા માટે યુવાઓ નશામાં ડૂબી જાય છે. નશાના સોદાગરોને રોકવામાટે પોલીસ, ક્રાઈમ બ્રાંચ તેમજ સુરક્ષા એજન્સી એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.

પોલીસ નશો કરતી તમામ ચીજવસ્તુ ઉપર અંકુશ લગાવી રહી છે. કફ સિરપ, એમડી ડ્રગ્સ અને ગાંજાને ઝડપી પાડ્યા બાદ હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અમરાઈવાડીના મેડિકલ સ્ટોર પરથી નાર્કાેટિક્સ દવાનો જથ્થો જપ્ત કર્યાે છે. ડોક્ટરની ચિઠ્ઠી વગર આ દવા મળતી નથી પરંતુ મેડિકલ સ્ટોરના માલિક રૂપિયાની લાલચમાં નશેડીઓને દવાઓ વેચે છે. એસઓજીએ દરોડો પાડ્યો ત્યારે તે દવાનું બિલ પણ મેડિકલ સ્ટોરના સંચાલક પાસે ન હતું.

આજનું યુવાધન શાના રવાડે ચઢ્યું છે. નશાની ચીજ વસ્તુઓ ના મળતા વિવીધ પદ્ધતિઓ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પ્રતિબંધિત એવા દારૂ અને નાર્કાેટિક્સ ના મળતા હવે યુવાધને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો છે. મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતી કેટલીક સિન્થેટિક દવાનો યુવાનો નશા માટે ઉપયોગ કરી રહ્યા છે.

એસઓજીએ બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ઘનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો અને ૭૯ હજારની નાર્કાેટિક્સ દવા ઝડપી પાડી છે. મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ દવાઓ બિલથી ખરીદવાની હોય છે અને બાદમાં કોઈ દર્દી ડોક્ટરની ચિઠ્ઠી લઈને આવે તો તેને વેચવાની હોય છે. પરંતુ ઘનલક્ષ્મી મેડિકલ સ્ટોરના માલિક સૂરજભાણ રાજપૂત અને તેમની બહેન રૂક્ષ્મણી રાજપૂત બિલ વગરની નાર્કાેટિક્સ દવાઓ રાખતા હતા અને બાદમાં ગ્રાહકોને આપતા હતા.

એસઓજીએ ભાઈ બહેનની ધરપકડ કરીને નશીલી દવાઓ જપ્ત કરી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આજના સમયમાં હવે યુવાનો આસાનીથી નશો કરવા માટે ચરસ, ગાંજાે, અફીણ કે પછી કોકેનનો ઉપયોગ નહીં પરંતુ સિન્થેટિક રીતે બનેલી મેડિકેટેડ દવાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. સરકારે શેડ્યુલ ૪માં ગણાવેલી કેટલીક પ્રતિબંધિત દવા જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળી શકતી નથી.

તેનું સેવન કરવામાં અત્યારે યુવાનેા આગળ છે. આલપ્રાજાેલમ, ડાયેઝાપામ, લોરેઝાપામ, કેટામાઈન, ક્લોનાઝોપામ, ઝોલપિડેમ અને કોડિન જેવી પ્રતિબંધિત દવાઓ અને ઈન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે જે ખતરનાક તો છે જ પરંતુ નુકસાનકારક પણ છે.

સામાન્ય રીતે ડાયઝાપામને બેન્ઝોડાયેજેપિનની દવા કહેવાય છે. ટેબ્લેટ અને ઈન્જેક્શન ફોમમાં આ દવા બજારમાં વેચાય છે. ડોક્ટર આ દવાનો ઉપયોગ જેને ઊંઘ ન આવતી હોય કે પછી મસલ્સ પેઈન થતું હોય તો તેને રિલેક્સ થવા માટે આપે છે. આ દવામાં આવેલું બેન્ઝોડાયેપજેપિન દ્રવ્ય મગજમાં જીએબીએ (ગાબા રિસેપ્ટર) હોય છે તેમાં ચોટી જાય છે. ગાબા ઊંઘ અને મગજને કંટ્રોલ કરવાનું ામ કરે છે. જે વ્યસની હોય તે આલ્કોહલ લેતા હોય છે જ્યારે તે એકદમ છોડે તો મગજમાં આલ્કોહોલને શાંત કરવા ડાયેઝાપામ દવા આપે છે. આ દવાની અસર ૬૦થી ૧૦૦ કલાક સુધી રહે છે.

– દવાઓથી થતી આડઅસર: 
આલપ્રાઝોલમ ઃ માથું દુખવું, ચીડિયાપણું, મોં સૂકાવું, કબજિયાત રહેવી, વજન ઘટવું, લાંબા સમય સુધી સેક્સ પાવર ઘટી જાયઈ
કોડિન ઃ ઊંઘ વધારે આવે, ચક્કર આવે, મોં સુકાય, ચીડિયાપણું, મન ઉત્તેજિત રહેવું.

કેટામાઈન ઃ બેભાનાવસ્થામાં રહેવાય છે. શરીર ઉપર સોજા આવી જાય છે અને કેન્સરની પણ શક્યતા રહે છે.
ઝોલપિડેમ ઃ કેન્સર, ચીડિયાપણું તેમજ ઊંઘ આવે છે. ધીમે ધીમે દવાનો ડોઝ વધતો જાય છે.

બજારમાં ચરસ, ગાંજાે અફીણ કે હેરોઈન અને આલ્કોહોલ બજારમાં નથી મળતુ ત્યારે યુવાનો મેડિકેટેડ ડ્રગ્સનો વધુને વધુ ઉપયોગ કરે છે. આ દવા રોજબરોજ લેવાની નશા માટે દવાનો ડોઝ વધે છે. આ દવા નેચરલ ડ્રગ્સ કરતા પણ વધારે ખતરનાક છે. આસાનીથી મળી જતી હોવાના કારણે તેનો ઉપયોગ વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.