Western Times News

Gujarati News

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગનું નિર્માણ થશે

DCIM100MEDIADJI_0007.JPG

(એજન્સી)ગાંધીનગર, હાલમાં ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીએ આકર્ષણના કેન્દ્ર સમાન છે. નિર્માણ કાર્યોમાં એક ઓળખ સમાન તરીકે ગિફ્ટ સિટીને જાેવામાં આવે છે. અહીં આવેલ ટાવરમાં સૌથી ઉંચા ટાવરમાં ૨૮ માળ આવેલ છે. ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સિટીનુ નિર્માણ ૮૮૬ એકર વિસ્તારમાં થયુ છે. અહીં ઉંચા અને સુંદર બિલ્ડીંગની સાથે સુવિધાઓ પણ આધુનિક રાખવામાં આવી છે. હવે વધુ એક આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદને અડકીને આવેલ વિસ્તારમાં ઉંચુ બિલ્ડીંગ જાેવા મળશે.

રિપોર્ટસ મુજબ ૩૨ માળની બિલ્ડીંગ નિર્માણ કરવાની પરવાનગી ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી છે. આ બિલ્ડીંગ વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ થનારી છે. રિપોર્ટસ મુજબ ગાંધીનગર કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મંજૂરીની મહોર લગાવી દેવાઈ છે. જે મુજબ ખોરજ ટાઉન પ્લાનીંગ સ્કિમ નંબર ૬૩ માં ઉંચી બિલ્ડીંગ નિર્માણ થશે. આ બિલ્ડીંગ ફાઈનલ પ્લોટ નંબર ૧૦૭માં નિર્માણ કરાશે.

ગિફ્ટ સિટીથી પણ ઉંચી નિર્માણ થનારી આ બિલ્ડીંગ એકદમ આકર્ષક નિર્માણ કરવામાં આવશે. વિસ્તારની શોભા વધારતુ નિર્માણ થશે. બિલ્ડીંગ ૧૨૫.૮૫ મીટર ઉંચી હશે. કોમર્શિયલ બિલ્ડીંગમાં ૩૨ માળ નિર્માણ થશે. વિશાળ કદની બિલ્ડીંગમાં કુલ ૯૨૮ જેટલા યુનિટ તૈયાર કરવામાં આવશે. વિશાળ બિલ્ડીંગ અને યુનિટને ધ્યાને રાખીને ચાર બેઝમેન્ટ પાર્કિંગ તૈયાર કરવામાં આવનાર છે.

પરવાનગીની વાત કરવામાં આવે તો, બિલ્ડીંગ નિર્માણ રહેણાંક ઝોન ઇ-૧ માં આવતા આ વિસ્તારમાં ૫.૪ની બાંધકામ વિકાસ અંગેની મંજૂરી અપાઈ છે. આ વિસ્તારમાં ૧.૮ બેઝ એફએસઆઈ ઉપરાંત ૩.૬ની ચાર્જેબલ એફએસઆઈ મળીને ૫.૪ મુજબ પરવાનગી અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.