Western Times News

Gujarati News

ભારતની અર્થવ્યવસ્થા માટે ફિચ રેટિંગ્સ એજન્સીએ શું કહ્યું?

ભારતનો જીડીપી વિશ્વની ટોપ-૧૦ અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેવાનું અનુમાન

(એજન્સી)નવી દિલ્હી, ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા છે અને આ ઇકોનોમિક ઝડપ યથાવત રહેવાનું અનુમાન છે. આ પ્રકારનું નિવેદન તમામ રેટિંગ એજન્સી દ્વારા આપવામાં આવી રહ્યું છે. માટે જ આ કારણના લીધે વર્લ્ડ બેંક અને આઈએમએફ દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના ગ્રાફમાં વૃદ્ધિનું અનુમાન લાગવામાં આવ્યું છે. જે ભારત માટે એક સારા સમાચાર છે. What did the Fitch Ratings Agency say about India’s economy?

તાજેતરમાં ફિચ રેટિંગ્સ એજન્સી દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતના ગ્રોથ રેટને ૦.૭ ટકા વધારીને ૬.૨ ટકા અંદાજવામાં આવ્યો છે. આ સિવાય આ રેટિંગ એજન્સીએ ચીનને એક મોટો ઝટકો આપ્યો છે, જેમાં તેના ગ્રોથ રેટમાં મોટા પ્રમાણમાં ઘટાડાનું અંદાજ છે.ફિચ રેટિંગએજન્સી આ પહેલા ભારતના ગ્રોથ રેટ ૫.૫ ટકા અંદાજ્યો હતો. જેમાં ૦.૭ ટકાનો વધારો કરી ૬.૨ ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

ફિચે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૭ માટે આ અનુમાન લગાવ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભારતનો જીડીપીવિશ્વની ટોપ-૧૦ અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેશે. આ અનુમાન પાછળના કારણોને જણાવતા એજન્સી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારી દર વધ્યો છે. તેના સિવાય લેબરની પ્રોડક્શન ક્ષમતા અન્ય દેશની સરખામણીએ ભારતમાં ખૂબ સારી છે.

જે રીતે ફિચે ભારતના ગ્રોથ રેટનો અંદાજ વધાર્યો છે તે જ રીતે ચીન અને રશિયા જેવા દેશોના વિકાસ દરમાં ઘટાડો નોંધવાની શક્યતા દર્શાવી છે. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૭ માટે ચીનની અર્થવ્યવસ્થા ૫.૩થી ઘટીને ૪.૬ ટકા પર પહોંચી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.