Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલા વિવિધ યોજના હેઠળના આવાસ ભાડે આપવાનો ધંધો પુરજાેશમાં ચાલી રહ્યો છે. સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું દુષણ સતત વધી રહ્યું છે જેના કારણે આવાસના સાચા લાભાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. સરકારે સાત વર્ષ સુધી ભાડે ન આપવામાં આવે તેવા નિયમો છતાં પણ તેનો ભંગ થઈ રહ્યો હોય સાચા લાભાર્થીઓ ત્રાહિમામ થઈ રહ્યા છે. Complaint about half of the houses being rented out in the Pradhan Mantri Awas Yojana

હાલમાં સુરતના ભીમરાડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ કરવામાં આવી છે.ભારત સરકારે વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરી છે તેની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સુરતના તમામ વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા છે.

પાલિકા અને સરકારે લોકોને ઘરનું ઘર મળે તે માટે આવાસ બનાવ્યા છે પરંતુ કેટલાક લાભાર્થીઓ આવાસ લઈને પોતે રહેવાના બદલે ભાડે આપી કૌભાંડ કરી રહ્યાં છે.
જાેકે, આવા કૌભાંડ અટકાવવા તથા સારા લાભાર્થીઓને આવાસ મળ્યા બાદ સાત વર્ષ સુધી ભાડે ન આપવું કે વેચાણ ન થાય તેવી શરત રાખવામાં આવી છે.

પરંતુ મોટાભાગની જગ્યાએ આ શરતોનો ભંગ થઈ રહ્યો છે. હાલમાં લોકોને ઘરનુ ઘર મળે તે માટે પાલિકા અને સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. સુરતના ભીમરાડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ થઈ છે. આ આવાસના પાલિકાએ પાલિકા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત દરેક જગ્યાએ રજૂઆત કરી છે.

લાભાર્થીઓએ ફરિયાદ કરી છે કે, ૧૬૮ લાભાર્થીઓમાંથી ૭૦ આવાસ ભાડે આપી દેવાયા છે જેના કારણે સાચા લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આવાસમાં રહેનારા લોકોએ ફરિયાદ કરી છે કે, રહીશો દ્વારા ભાડુઆત અંગે ફરિયાદ કરવામા આવે છે ત્યારે ગેરકાયદે રહેતા ભાડુઆતો ધમકી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.