Western Times News

Gujarati News

100 વર્ષ જૂની ઈજનેરી કળાના સાક્ષી રેલ્વેબ્રીજના પીલરો આજે પણ અડીખમ

ગુજરાતમાં પાછલા વર્ષોમાં પુલ તુટવાની ઘટનાઓ બની છે. બાંધકામને લઈને તેના પણ અનેક સવાલો પણ ઉભા થયા છે.

(પ્રતિનિધિ) લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર રજવાડાઓના સમયમાં બાંધવામા આવેલા ૧૦૦ વર્ષ જુના રેલ્વે બ્રીજ તેની ઐતિહાસિક સાક્ષીના દર્શન કરાવે છે.આજે તેના પણ રેલ્વે તો નથી દોડતી, પાટા પણ નથી. પણ તેના પીલર આટલા વર્ષ પછી પણ અડીખમ ઉભા છે. તે સમયનુ બાંધકામ તેના બનાવનારા ઈજનેરો અને કારીગરોની કુશળતા તેમા જાેવા મળે છે.

ગુજરાતમાં પાછલા અને આ વર્ષોમાં પુલ તુટવાની ઘટનાઓ બની છે. બાંધકામને લઈને તેના પણ અનેક સવાલો પણ ઉભા થયા છે.આજે ગુજરાતમાં એવા પણ વર્ષો જુના બાંધકામ હયાત છે કે તેની ઈજનેરીકળા આજની ઈજનેરી કળાને પણ ટક્કર મારે તેવી છે.તસવીરમાં તમે જાેઈ રહ્યા છો તે મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા પાસેથી પસાર થતી પાનમનદી પર રજવાડાઓના સમયમાં બાંધવામા આવેલા રેલ્વે બ્રીજનો છે.આ રેલ્વેબ્રીજ ૧૦૦ વર્ષ જુનો હોવાનુ કહેવાય છે.

તેના ઉપર લુણાવાડા-શહેરા-ગોધરા વચ્ચે રેલ્વે વ્યવહાર ચાલતો હતો. સમય જતા આ રેલ્વે વ્યવહાર બંધ કરી દેવામા આવ્યો.આજે પણ મહિસાગર જીલ્લાવાસીઓ આ રેલ્વે વ્યવહાર શરુ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. તેના પરના પાટા પણ દુર કરી દેવામા આવ્યા.આજે ૧૦૦ વર્ષથી વધુ સમય થઈ ગયા પછી પણ આજે આ રેલ્વેપુલના પીલર અડીખમ ઉભા છે.

આ પ્રકારના બાંધકામની વિશ્વસનીયતાને પણ સલામ કરવાનુ મન થાય છે.આજના સમયમાં આધુનિક ઈજનેરી કળા આવી હોવા છતા પુલો તુટી જતા હોય છે. બાંધકામ પણ તુટી જતા હોય છે.પણ આ ૧૦૦ વર્ષથી વધુ સમય વીતી જવા છતા પાનમ નદી પરનો રેલ્વે બ્રીજના પીલર આજે પણ ઐતિહાસિક સાક્ષી રૂપે અડીખમ ઉભા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.