Western Times News

Gujarati News

આ શિક્ષક શિયાળાની ઋતુમાં છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને પીવડાવી રહ્યા છે વિવિધ જાતના રસ

વાલ્લા શાળાના શિક્ષકને રાજ્યકક્ષાનો પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ અર્પણ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) આ પ્રેરક કાર્યક્રમ રાજ્યની ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મહેસાણા જિલ્લાના વિસનગરના તિરુપતિ રુષિવન ખાતે યોજાયો. જેમા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મહામહિમ આનંદીબેન પટેલના હસ્તે રાજ્યના ૩૩ વ્યક્તિઓને પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ અર્પણ કરાયા.

આ પ્રસંગે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ,સુરતના લાલજીભાઈ બાદશાહ,ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રાજગોર અને સર્વ સભ્યો, જીતુભાઈ તિરુપતિ તથા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આ વિશિષ્ટ સન્માનમાં આકર્ષક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર અને રૂપિયા ૧૧,૧૧૧ /-ની ધન રાશિ સામેલ છે .

શાળાના પર્યાવરણ મિત્ર એવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટની પ્રકૃતિ જતન-સંવર્ધનની ૩૦ વર્ષની સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનુ નિષ્પક્ષ અને તટસ્થ મૂલ્યાંકન કરીને ખેડાના પ્રકૃતિ રુષિ તરીકે સન્માનિત થયા છે. શાળા પર્યાવરણના અનેકવિધ નવતર પ્રયોગો માટે રાજ્યભરમાં જાણીતી છે . હિતેશકુમાર બ્રહ્મભટ્ટે હાલ સુધીમાં અસંખ્ય છોડ રોપણ કરી- કરાવી તેને ઉછેર્યા છે.

તેમનો પર્યાવરણ જાગૃતિનો વૃક્ષ વિધાતા જીવનદાતા નામનો પૂતળીખેલ રાજ્યભરમાં હરિયાળા વિચાર ફેલાવી રહ્યો છે .૭૫૭૫ બીજ બોલ નો સફળ પ્રયોગ, વિવિધ જગ્યાએ ૧૫૧ પીપળાના છોડ રોપણનો પ્રયોગ, ૧૭૫ ચોરસ ફૂટનું પર્યાવરણ જાગૃતિનુ વૉલ પેઇન્ટિંગ, પર્યાવરણ જાગૃતિનું ૩ડ્ઢ પેઇન્ટિંગ ,ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ વર્કશોપ ,હર્બલ કલર વર્કશોપ , ૨૫૦૦ પતંગો ઉપર પર્યાવરણ જાગૃતિનો સંદેશ લખી વિદ્યાર્થીઓને અર્પણ ,આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ગુણકારી તુલસીના ૭૫ ઔષધ ઉપચાર લખી તેની પુસ્તિકા તૈયાર કરી ૧૫૦૦ પરિવારમાં અર્પણ .

સાથે એટલા જ ૧૫૦૦ તુલસી છોડ અર્પણ ., શાળાનો ઔષધ બાગ અને તુલસી વન, વિદ્યાર્થીઓને શિયાળાની ઋતુમાં જીવનામૃત,પંચામૃત રસ,બ્રાહ્મી રસ, સરગવા રસ , તુલસી રસ છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને પીવડાવી રહ્યા છે. તેમના દીકરાનાં લગ્નમા પણ પ્રકૃતિ જતનનો પ્રેરક સંદેશ આપ્યો તો સાથે મહેમાનોને તુલસી છોડ અને પુસ્તિકા પણ ભેટ આપી….તેમના પર્યાવરણ સંબંધિત અનેક નવતર પ્રયોગો રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે  તાલુકા, જિલ્લા અને રાજ્યની પર્યાવરણ તથા ઇકો ક્લબની તાલીમમાં તજજ્ઞ તરીકે સફળ કામગીરી કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.