Western Times News

Gujarati News

કૌશલ ભટ્ટ અને પ્રાર્થના પરમારે યૂથ બોયઝ અને ગર્લ્સ ટાઇટલ જીત્યાં

કૌશલ ભટ્ટ યૂથ બોયઝ વિજેતા અને પ્રાર્થના પરમાર યૂથ ગર્લ્સ વિજેતા.

કૌશલે આખરે ટાઇટલ જીત્યું, વિમેન્સમાં હાર્યા બાદ પ્રાર્થના યૂથ ગર્લ્સમાં જીતી
 

સુરત, તા. 1 જૂન: ભાવનગરના કૌશલ ભટ્ટે આખરે ટાઇટલના દુકાળનો અંત લાવીને ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી જ્યારે તેણે તાપી વેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2019માં યૂથ બોયઝ ટાઇટલ જીત્યું હતું. અહીંની તાપી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમના કૌશલે ભાવનગરના જ ચોથા ક્રમના હર્ષિલ કોઠારીને ફાઇનલમાં છ ગેમમાં  હરાવ્યો હતો. યૂથ વિભાગમાં ભાવનગરે સપાટો બોલાવ્યો હતો કેમ કે યૂથ ગર્લ્સ વિભાગમાં ભાવનગરની પ્રાર્થના પરમાર વિજેતા બની હતી. તેણે ફાઇનલમાં નૈત્રી દવેને 12-10 11-6 11-7 11-7થી હરાવી હતી.


2018માં એક પણ ટાઇટલ નહીં જીતી શકેલા કૌશલે ધીમો પ્રારંભ કર્યો હતો પરંતુ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ તે સેટ થતો ગયો હતો. ફાઇનલમાં ફાિનલ સુધી પહોંચતા અગાઉ કૌશલે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટને 7-11 11-9 12-10 11-9 14-12થી હરાવ્યો હતો. બીજી તરફ ચોથા ક્રમના હર્ષિલ કોઠારીએ કચ્છના ઇશાન હિંગોરાણીને 11-9 9-11 9-11 11-6 11-7 5-11 11-4થી હરાવ્યો હતો.
ફાઇનલમાં હર્ષિલે ફેવરિટ તરીકે પ્રારંભ કર્યો હતો પરંતુ કૌશલ અલગ જ મૂડમાં હતો. તેણે પોતની રણનીતિ બદલી હતી અને આક્રમક બન્યો હતો જેને કારણે હર્ષિલ પાસે પોતાની નૈસર્ગિક રમત રમવાની કોઈ તક રહી ન હતી. અંતે કૌશલે 11-7 11-8 11-3 11-4થી વિજય હાંસલ કર્યો હતો. ”આજે હું વધારે આક્રમક હતો. તે બ્લોકિંગમાં અનુકૂળ હતો પરંતુ મેં તેને તેની નૈસર્ગિક રમત રમવાની તક આપી ન હતી. મને લાગે છે કે તેનાથી મોટો ફરક પડી ગયો હતો.”  તેમ કૌશલે જણાવ્યું હતું.

શુક્રવારે ફ્રેનાઝ છિપીયા સામેની વિમેન્સ ફાઇનલ હારી જનારી પ્રાર્થના માટે આ સારું વળતર હતું. કૌશલની માફક પ્રાર્થના પણ આક્રમક રમત રમી હતી. ”ચોક્કસપણે તમે આ વિજયને આશ્વાસન કહી શકો પરંતુ હું જ્યારે ફ્રેનાઝ દીદી સામે રમી છું ત્યારે મને કાંઇક શીખવા મળ્યું છે. આ ઉપરાંત નૈત્રીની રમત હું જાણતી હતી તેનાથી આ મુકાબલો આસાન રહ્યો હતો.” તેમ પ્રાર્થનાએ જણાવ્યું હતું.

દરમિયાન સબ જુનિયર ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે જ્યારે કેડેટ કેટેગરીના પ્રાથમિક રાઉન્ડ શનિવારે સાંજે શરૂ થશે.

અન્ય પરિણામ
યૂથ ગર્લ્સ સેમિફાઇનલ : નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ પૂર્વા નિમ્બાલકર 8-11 11-5 11-5 9-11 7-11 11-6 11-9. પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ મિલી તન્ના 11-9 11-5 7-11 15-13 5-11 14-12

ફાઇનલ 
પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ નૈત્રી દવે 12-10 11-6 11-7 11-7
યૂથ બોયઝ સેમિફાઇનલ: 
કૌશલ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ચિત્રાક્ષ ભટ્ટ 7-11 11-9 12-10 11-9 14-12, હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ ઇશાન હિંગોરાણી 11-9 9-11 9-11 11-6 11-7 5-11 11-4.
ફાઇનલ ઃ કૌશલ ભટ્ટ જીત્યા વિરુદ્ધ હર્ષિલ કોઠારી 11-7 11-8 11-3 11-4

જુનિયર ગર્લ્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલ
કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ રૂત્વા કોઠારી 11-8 11-7 11-3, નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ ચાર્મી પટેલ 7-11 11-5 11-8 8-11 11-4, તાન્યા પૂરોહિત જીત્યા વિરુદ્ધ શેલી પટેલ 11-8 11-6 11-7, ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ અનુષ્કા ચેટરજી 14-12 11-5 11-9, આફ્રેન મુરાદ જીત્યા વિરુદ્ધ પૂર્વાંશી આચાર્ય 6-11 3-11 11-9 11-7 11-7, મિલી તન્ના જીત્યા વિરુદ્ધ કવિશા પારેખ 8-11 16-14 13-11 11-5, પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ ભવ્યા જયસ્વાલ 12-10 11-6 11-1, નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા લાખાણી 11-9 11-6 13-11.

જુનિયર બોયઝ (બીજું રાઉન્ડ)
ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ રિધમ અમરાણીયા 11-9 11-3 12-10, હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ શૈલ દારપાલે 11-4 9-11 11-3 11-7, રૂદ્ર પંડ્યા જીત્યા વિરુદ્ધ મોહમ્મદ બપોરિયા  11-6 11-6 11-7, સ્મિતરાજ ગોહિલ જીત્યા વિરુદ્ધ કૌશલ રાવલ 11-6 11-4 11-7, નંદીશ હાલાણી જીત્યા વિરુદ્ધ પરમ પટેલ 11-9 11-7 11-4, પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ જય ગોલવાલા 11-9 11-9 11-5, વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 11-2 11-6 11-8, દેવ પટેલ જીત્યા વિરુદ્ધ હર્ષિલ કોઠારી 8-11 11-8 3-11 11-5 11-7, ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ પ્રણવ બારોટ 11-5 11-7 11-5, બુરહાનુદ્દીન માલુભાઈવાલા જીત્યા વિરુદ્ધ ગિરીશ જ્હા 11-2 11-8 11-4, દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ માનસ કટારિયા 11-5 11-9 8-11 11-2, અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ રેહાન શેખ 7-11 11-7 11-5 6-11 11-5, ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અભિમન્યુ દહિયા 11-13 12-10 11-8 11-7, શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ રુહાન જામ 11-9 8-11 11-6 9-11 11-8, અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ રૂદ્ર રાઠોડ 11-5 11-2 11-2, અનુજ જોષી જીત્યા વિરુદ્ધ કરણપાલ જાડેજા 11-5 11-5 11-4.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.