Western Times News

Gujarati News

સમસ્ત નડિયાદ વણિક સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સમસ્ત નડિયાદ વણિક સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન ચિરાગભાઈ શાહનો સન્માન સમારોહ ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

.આ પ્રસંગે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમારંભ પ્રમુખ અક્ષયભાઈ, સમસ્ત જૈન સમાજના અગ્રણી શૈલેષભાઈ શાહ, મહેશ્વરી સમાજના અગ્રણી જગદીશભાઈ, સમસ્ત વૈષ્ણવ સમાજના અગ્રણી ચેતનભાઈ, પરેશભાઈ પરીખ ચંદન જવેલર્સ વાળા, સંયોજક સમીરભાઈ પરીખ અને સંતોશભાઈ શાહ, વિકાસભાઈ શાહ, તથા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તથા સમસ્ત વણિક સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.