Western Times News

Gujarati News

ભારતીય જળસીમામાંથી ઝડપાયા ૧૩ પાકિસ્તાની માછીમારો

વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ

તમામ માછીમારોનો પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો અને નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો

ગાંધીનગર,ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ સાથે ૧૩ શંકાસ્પદ માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડે ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ પાકિસ્તાની માછીમારોને પોરબંદર ખાતે લવાયા હતા. તમામનો પોરબંદર સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 13 Pakistani fishermen caught from Indian waters

તેઓની વિવિધ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ૨૧ નવેમ્બરે ભારતીય જળસીમમાંથી કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે ૧૩ માછીમારોને ઝડપ્યા હતા. આ તમામ માછીમારોનો પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો અને નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નું જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમય દરમિયાન તેઓને એક શંકાસ્પદ બોટ જાેવા મળી હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ટરનેશનલ મેરી ટાઈમ બાઉન્ડ્રી પાસે ભારતીય જળસીમામા આશરે ૧૫ કિલોમીટર અંદર માછીમારી કરી રહેલી એક બોટ નજીક પહોંચ્યું ત્યારે તે પાકિસ્તાન તરફથી તરફ ભાગવા લાગી હતી. જેથી કોસ્ટગાર્ડે તેઓને રોકીને તમામને ઝડપીને ઓખા ખાતે લાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ માછીમારોનું વિવિધ એજન્સી તરફથી પૂછપરછ કરાઇ હતી. ઝડપાયેલા પાકિસ્તાની માછીમારોની ઓળખ ઈકબાલ સખીદાદ – ટંડેલ, અબ્દુલ કાદિર, પરવેજ મોહમ્મદ ઈકબાલ બલોચ, અજીજુલ્લાહ ઉબરો ખસખેલી,, નૂરહમદ નૂર મહમદ, મનસુર મહંમદ ઈસ્માઈલ પટણી, અત્યાર અલી ઇબ્રાહીમ જાેખીયા, જાહેર ગુલ હસન જાેખિયા , મીર હસન મામદ, ફકીર મોહમ્મદ મહેરામ જાેખીયા, ઓસમાણ અબ્દુલ્લા શમા, અબ્દુલ કરીમ ફતેહમદ, સોફાન માખલો જાેખીયા તરીકે થઇ છે અને તમામને પોરબંદર એસઓજી ઓફિસે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે તાજેતરમા જ પાકિસ્તાનની જેલમાં કેદ ૮૦ ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. ૮૦ માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો ૧૦ નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ આવ્યા હતા. જાેકે હજુ ૧૪૩ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ ૮૦ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં ૨૦૨૧થી કેદ હતા. માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ૫૯, દેવભૂમિ દ્ધારકાના ૧૫, જામનગરના ૦૧, અમરેલીના ૦૨, દીવના ૦૩ માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.