Western Times News

Gujarati News

બાયોલોજી વિષય નહીં ભણ્યા હોય તેઓ પણ ડોક્ટર બની શકશે

નિયમોમાં ફેરફાર

નેશનલ મેડિકલ કમિશનએ જાહેર કરેલી લેટેસ્ટ ગાઈડલાઈનમાં આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી

નવી દિલ્હી,ધોરણ ૧૨માં જે સ્ટુડન્ટે બાયોલોજીનો વિષય નહીં રાખ્યો હોય અને મેથ્સ, ફિજિક્સ અને કેમિસ્ટ્રી સાથે બારમું ધોરણ પાસ કર્યું હશે તેઓ પણ હવે ડોક્ટર બની શકશે. ધોરણ ૧૦ ૨માં બાયોલોજીનો સબ્જેક્ટ ભણ્યા નહીં હોય તેમણે કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ૧૦ ૨ લેવલ પર એક વધારાના સબ્જેક્ટ તરીકે બાયોલોજી/બાયોટેક્નોલોજી રાખીને પરીક્ષા પાસ કરવાની રહેશે.

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ જાહેર કરેલી લેટેસ્ટ ગાઈડલાઈનમાં આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેના કારણે મેડિકલમાં વધારે વિદ્યાર્થીઓને તક મળી શકશે. NMCએ જાહેર કરેલી એક પબ્લિક નોટિસમાં જણાવાયું છે કે જે ઉમેદવારોએ ધોરણ ૧૨ પાસ કર્યા પછી જરૂરી વિષયો – ફિજિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી/બાયોટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હોય, તેમાં એડિશનલ સબ્જેક્ટ તરીકે પણ આ વિષય ભણ્યા હશે તો NEET-UG ટેસ્ટ આપી શકશે.

દેશભરમાં MBBS અને BDSના કોર્સમાં એડમિશન માટે NEET-UG એક્ઝામ લેવાય છે. આવા ઉમેદવારોને વિદેશમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ કરવા માટે એલિજિબિલિટી સર્ટિફિકેટ પણ મળશે જે NMC દ્વારા આપવામાં આવતો કાનૂની પૂરાવો હોય છે. નેશનલ મેડિકલ કમિશનની આ જાહેરાતના કારણે ધોરણ ૧૨માં બાયોલોજી રાખ્યું ન હોય પરંતુ આગળ મેડિકલમાં જવાની ઈચ્છા હોય તેવા ઉમેદવારોને મોટી રાહત મળશે.

તેમણે માત્ર એક માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી વધારાના સબ્જેક્ટ તરીકે બાયોલોજી રાખીને પરીક્ષા પાસ કરવાની રહેશે. અગાઉ ઉમેદવારોએ MBBS અથવા BDSમાં જવું હોય તો ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં અંગ્રેજી સાથે ફિજિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી/બાયોટેક્નોલોજીનો રેગ્યુલર/સળંગ/કો-ટર્મિનસ અભ્યાસ કરવો પડતો હતો.

આ બે વર્ષનો કોર્સ કોઈ પણ રેગ્યુલર સ્કૂલમાંથી કરવો પડતો હતો. તેમાં કોઈ ઓપન સ્કૂલમાંથી અથવા પ્રાઈવેટ ઉમેદવાર તરીકે અભ્યાસ કરી શકાતો ન હતો. જૂના નિયમો એવા હતા કે ધોરણ ૧૨ પાસ કર્યા પછી બાયોલોજી કે બાયોટેક્નોલોજીનો અભ્યાસ વધારાના સબ્જેક્ટ તરીકે કરી શકાતો ન હતો. નેશનલ મેડિકલ કમિશનના નવા ઓર્ડરમાં આ પરિસ્થિતિ સાવ બદલી નાખવામાં આવી છે.

તેના કારણે જેમણે ધોરણ ૧૦ અને ૧૨માં બાયોલોજી કે બાયોટેક્નોલોજીને કોર સબ્જેક્ટ તરીકે રાખ્યા ન હોય તેઓ પણ મેડિકલની ડિગ્રી મેળવી શકશે. નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું કે તેમણે ૧૪ જૂને આ મુદ્દા પર એક બેઠક યોજી હતી. ત્યાર પછી NEET-UG બેસવા માટેના ધોરણો હળવા કરવામાં આવ્યા હતા. ધોરણ ૧૨માં જુદા જુદા વિષયોના અભ્યાસ માટે NEPમાં ઘણી છુટછાટ આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.