Western Times News

Gujarati News

ચાઈનીઝ અને કાચ પાયેલી દોરી પર મનાઈના હાઈકોર્ટના હુક્મના અમલની માંગ

હાઈકોર્ટ સમક્ષ રિટ કરનારા એડવોકેટ નિમિષ કાપડિયાની પોલીસ અધિક્ષકને રજૂઆત

અમદાવાદ, એક મહિના બાદ ઉત્તરાયણનો તહેવાર છે, ત્યારે આ તહેવાર દરમિયાન નિર્દાેષ પક્ષીઓનાં થતાં મોત અને ઇજા ઉપરાંત નાગરિકોને પણ થતી ઇજા સંદર્ભે હાઈકોર્ટે આપેલા આદેશો અને ખાસ કરીને ચાઇનીઝ, પ્લાસ્ટિક, નાયલોન અને કાચ પાયેલી દોરી ઉપર પ્રતિબંધ મૂકતાં હુક્મોનો ચુસ્તપણે અમલ થાય એ માટે એડવોકેટ નિમિષ કાપડિયાએ પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

હાઈકોર્ટ સમક્ષ અરજદાર પંકજ બુચ તરફથી વર્ષ ૨૦૧૨ અને ત્યારબાદ ૨૦૧૬માં થયેલી પિટિશનોમાં વિવિધ હુક્મો થયા છે. તેના કડક અને તાત્કાલિક પાલન કરવા બાબતે હાઈકોર્ટ સમક્ષ ગૃહ સચિવ, જાેઇન્ટ કમિશનર ઓફ પોલીસ સ્પેશિયલ બ્રાન્ચ (અમદાવાદ) દ્વારા આપવામાં આવેલી બાંહેધરી તથા પોલીસ મહાનિર્દેશક (કાયદો અનેે વ્યવસ્થા) ગુજરાત રાજ્યની સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવાની માગ એડવોકેટ દ્વારા કરવામાં આવી છે.

જેમાં જણાવ્યું છે કે, દર વર્ષે ઉત્તરાયણમાં અસંખ્ય પક્ષીઓનું મોત નીપજે છે અને હજારો પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. જેનું કારણ પતંગ ચગગાવવા માટે કાચ પોલી દોરી તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ હોય છે. આવી કાચ પાયેલી દોરી અને ચાઇનીઝ દોરીના વપરાશ ઉપર હાઈકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પ્રતિબંધ મૂક્યો છે. તે જ રીતે દર વર્ષે જે તે પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે.

પરંતુ આ તમામ હુકમોનું કડક રીતે પાલન થતું નથી અને આગોતરું આયોજન કરાતું નથી. આ પ્રકારની દોરીઓનું ઉત્પાદન સંગ્રહ, વેચાણ બંધ થતું નથી અને આ જ કારણોસર અરજદાર પંકજ બુચે હાઈકોર્ટ જાહેરહિતની અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટના હુક્મ મુજબ સરકાર તથા તેમના તાબાના તમામ સત્તાવાળાએ ચાઈનીઝ અને કાચ પાયેલી સિન્થેટીક દોરીનું ઉત્પાદન, સંગ્રહ અને વપરાશ અટકાવવા માટે તમામ પ્રકારના શક્ય પગલાં લેવાના રહે છે.

તદુપરાંત સત્તાવાળાએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરી સમાજમાં સરકારી પ્રતિબંધોની માહિતી પહોંચે તેવો તપાસ પ્રયાસ કરવાનો છેે. આ અંગે હાઈકોર્ટે ૨૦૨૩ની જાન્યુઆરી મહિનામાં હુક્મ કર્યા હતા અને કહ્યું હતું કે ફક્ત અગાઉના પરિપત્રનું પુનરાવર્તન કરવાથી મૂળ હેતુ સિદ્ધ કરી શકશે નહીં. હાઈકોર્ટે સરકારને ઉપરોક્ત પ્રકારની દોરીનું ઉત્પાદન, સંગ્રહ અટકાવવા માટે પગલાં લેવાનો હુક્મ કર્યાે હતો. દિવાળી પછી તરત આ પ્રકારના પ્રતિબંધિત દોરા-માંજાનું ઉત્પાદન જાહેરમાં અને ફેક્ટરીઓમાં શરૂ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.