Western Times News

Gujarati News

એથરમાં આગ બાદ GPCB આવ્યું હરકતમાં-ક્લોઝર નોટીસ સાથે 50 લાખનો દંડ ફટકારાયો

(એજન્સી)અમદાવાદ, સુરતમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં સાત કર્મચારીઓ ભડથું થઈ જવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ હવે કંપની સામે કાર્યવાહીનો દોર શરુ કરવામાં આવ્યો છે. GPCB swung into action after Ether fire-with closure notice Rs. A fine of 50 lakhs was imposed

દરમિયાન જીપીસીબીએ ક્લોઝરની સાથે રૂ. ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને સાત દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજુ કરવા માટે સુચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. તેમજ કેમિકલમાં ભેદી બ્લાસ્ટ પણ થયો હતો. આ બનાવમાં ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ૨૪થી વધારે વ્યક્તિઓ દાઝ્યા હતા. જ્યારે સાત કર્મચારીઓ ગુમ હોવાનું માલુમ પડ્‌યું હતું.

આગ ઉપર પરિસ્થિતિ મેળવ્યા બાદ તપાસ કરવામાં આવતા સાતેયના ભડથુ થયેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વિવિધ એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

સમગ્ર ઘટનાની તપાસ માટે કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે અને તેને સાત દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજુ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારી, ચીફ ફાયર ઓફિસર, સચિન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ જીપીસીબી પણ હરકતમાં આવ્યું છે અને કંપનીને ક્લોઝર આપવાની સાથે રૂ. ૫૦ હજારનો દંડ ફટકાવવામાં આવ્યો છે. તેમજ જીપીસીબીની મંજુરી વગર ઉત્પાદન શરુ નહીં કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા શરૂઆતમાં ઢીલી નીતિ રાખવામાં આવ્યાં બાદ કાર્યવાહી કરાતાં નક્કર કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેક્ટરી ઈન્સ્પેક્ટરની પ્રથામિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.