Western Times News

Gujarati News

કાકાનુ મર્ડર કરનારો ભત્રીજા ઝડપાયો

દાંતીવાડા ડેમમાં લાશ ફેંકતા જ સ્થળ પર પોલીસ પહોંચી –

(એજન્સી)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં વધુ એક હત્યાનો ગુનો નોંધાયો હતો. તાજેતરમાં જિલ્લા પોલીસે વણઉકેલાયેલ હત્યાઓના ભેદ એક બાદ એક ઉકેલવા બાદ વધુ એક હત્યાનો ઘટતા તેના પણ આરોપીઓને કલાકોમાં જ ઝડપી લઈને ભેદ ઉકેલી દીધો છે. પાલનપુર તાલુકાના સાંગલા ગામે અવિવાહિત કાકાની જમીન પર ભત્રીજાનો ડોળો હતો, જેને લઈ તેણે કાકાની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.

ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુળજીભાઈ ભુતડીયા અવિવાહિત હતા. તેઓ પોતાના ભત્રીજાઓ સાથે રહેતા હતા અને પોતાની ખેતી કરીને પરિવારને ગુજરાનમાં મદદ કરતા હતા. મુળજી ભાઈને જમીનનો વારસદાર અન્ય કોઈ હતો અને તે પોતાની જમીન વેચવાને લઈ ભત્રીજાને શંકા હતી.
ભત્રીજાએ અવારનવાર આ બાબતે કાકા સાથે તકરાર કરી હતી.

અને જમીન અન્ય કોઈને વેચવાને લઈ તે શંકા ધરાવતો હતો. આથી ગત શુક્રવારે તેણે મોકો જાઈને પોતા ખેતરના ભાગીયા સાથે મળીને બપોરના સમયે કાકાની હત્યા કરી દીધી હતી. કાકા મુળજીભાઈ ઢાળીયાના ખાટલામાં બેઠેલા હતા. એ વખતે તેમના ગળામાં રસ્સા વડે ટૂંપો આપી દીધો હતો. આમ કાકાનુ ગળુ ટૂંપી દઈ મોત નિપજાવીને હત્યા કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.