Western Times News

Gujarati News

મિચોંગ વાવાઝોડું અથડાય તે પહેલાં જ તમિલનાડુમાં તબાહી

તમિલનાડુના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ, ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાયા

(એજન્સી)ચેન્નાઈ, મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જાકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જાવા મળી રહી છે. Cyclone Michaung: 8 people died, subways, roads closed in Tamil Nadu, CM Stalin inspects relief camps in Chennai

તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજા જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે.

એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે. વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.