Western Times News

Gujarati News

3159 ગ્રામ પંચાયતોનો 100 ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરાયો

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ગુજરાતના ૩૩ જિલ્લાઓની ૩૬૨૦ ગ્રામ પંચાયતોમાં  તા ૬ ડિસેમ્બરના રોજ ૧૦.૫૧ લાખથી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

Ø રાજ્યમાં ૨,૦૭,૭૧૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૧,૩૦,૭૫૪ કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું-કુલ ૯.૭૨ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ચાલી રહી છે જેને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૦૬ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૧૭૦ ગામ, ભરૂચના ૧૩૭, છોટાઉદેપુરના ૧૪૯, ડાંગના ૮૮, દાહોદના ૩૧૨,નર્મદાના ૧૧૧, સુરતના ૧૮૭,  વલસાડના ૧૨૫, મહેસાણાના ૧૩૬, પાટણના ૧૦૯, બોટાદના ૮૦, સુરેન્દ્રનગરના ૧૬૫, મોરબીના ૯૧,

પોરબંદરના ૫૫, કચ્છના ૧૬૫, અમરેલીના ૧૫૩,રાજકોટના ૧૪૪, જામનગરના ૧૦૩, ગીર સોમનાથના ૮૧ અને જૂનાગઢ જિલ્લાના ૧૨૪, દેવભૂમિ દ્વારકા ૪૬, ભાવનગર ૧૧૮, અમદાવાદ ૯૮, આણંદ ૭૭, અરવલ્લી ૪૭, ગાંધીનગર ૪૩, ખેડા ૫૯, મહીસાગર ૫૦, નવસારી ૬૮, પંચમહાલ ૮૫, સાબરકાંઠા ૭૧, તાપી ૬૬, અને વડોદરામાં ૧૦૭ એમ ૩૩ જિલ્લાઓની ૩,૬૨૦ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૧૦,૫૧,૫૦૧ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૯.૭૨ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૨,૦૭,૭૧૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧,૩૦,૭૫૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૪,૮૦,૩૨૪ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨,૬૧,૩૪૨ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૬૦,૩૭૭ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૩૦,૦૭૭ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૨૩,૧૭૦ નામ નોંધવામાં આવ્યા છે. ૧૦,૬૨૬ મહિલાઓને, ૧૩,૦૨૫ વિદ્યાર્થીઓને, ૩,૩૯૮ રમતવીરોને તેમજ ૨,૮૪૫ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત ૧૫,૬૭૪ લાભાર્થીઓ નોંધાયા છે. ૨,૨૩૪ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ  ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૯,૮૭૩ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૪૨,૯૩૫ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ૨,૩૨૦ ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. ૩,૨૮૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૨,૪૮૭ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૨,૯૮૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.

આ ૩૩ જિલ્લામાં ૩,૩૪૮ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૩,૧૫૯ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત ‘ધરતી કહે પુકાર’ કે નુક્કડ નાટકમાં ૨,૬૮૧ જેટલા નાગરીકો સહભાગી થયા હતા. તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.