Western Times News

Gujarati News

હૃતિક અને દીપિકા પાદુકોણનો લિપલોક સીન થયો વાયરલ

મુંબઈ, વર્ષ ૨૦૨૪ની શરુઆતમાં બોલિવૂડમાં ધમાકેદાર ફિલ્મો જાેવા મળશે. જેનુ ટીઝર વર્ષ ૨૦૨૩ની અંતમાં જ જાેવા મળી રહ્યું છે. બોલિવૂડ અભિનેતા હૃતિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ફાઈટરનું ટીઝર ૮ ડિસેમ્બરના રોજ રિલીઝ થયુ છે.

આ ફિલ્મમાં હૃતિક રોશન સહિત દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પર જાેવા મળશે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એક સાથે સ્ક્રીન શેયર કરતા જાેવા મળશે.

ફાઈટરના ટીઝરમાં બંને સુપરસ્ટાર હદથી વધારે રોમાંટિક અંદાજમાં જાેવા મળ્યા છે. આ ટીઝર રિલીઝ થયા બાદ બંને સુપરસ્ટારના રોમાંટિક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા છે.

આ ટીઝરમાં દીપિકા ફરી પઠાણ ફિલ્મની જેમ બોલ્ડ અવતારમાં જાેવા મળશે. બંને સુપરસ્ટારના લિપલોક સીન અને ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર બંને સુપરસ્ટારને ટ્રોલ કરતા કહી રહ્યા છે કે દેશભક્તિની ફિલ્મમાં આ શું ચાલી રહ્યું છે ? જ્યારે અન્ય કેટલાક સોશિયલ મીડિયા યુઝર આ ટીઝરની પ્રશંસા કરીને આ જાેડીને બોલિવૂડના ઈતિહાસની સૌથી હોટ જાેડી કહી કહ્યા છે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનવાળી ફિલ્મ ફાઈટર ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં હૃતિક રોશન સ્ક્વાડ્રન લીડર શમશેર પઠાનિયાની ભૂમિકામાં જાેવા મળશે.

દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં સ્ક્વાડ્રન લીડર મિનાલ રાઠોડના પાત્રમાં જાેવા મળશે. અનિલ કપૂર આ ફિલ્મમાં કમાડિંગ ઓફિસર રાકેશ જય સિંહના રોલમાં ધૂમ મચાવતો જાેવા મળશે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.