Western Times News

Gujarati News

ભાજપના કોર્પોરેટર જ ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયા

રાજકોટ, રાજકોટ ભાજપને લઈ મોટા સમાચાર સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટેરે જ ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ રણશિંગુ ફૂક્યું છે.

જેને લઈ અધિકારીઓ શાસક પક્ષના કોર્પોરેટરને ગણકારતા ના હોય તેવો ઘાટ સર્જાયો હતો. થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પણ કોર્પોરેશનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતા હોવાની વાત કરી હતી.

પ્લોટમાં સીસી રોડના નબળા કામને લઈ રાજકોટના વોર્ડ નંબર ૧૪ના કોર્પોરેટર ભારતીબેન બકુલભાઈ મકવાણાએ રણશિંગૂ ફૂંક્યું છે.

નબળા કામ અંગે મ્યુનિસિપલ કમિશનરને પાંચ વખત લેખિત અને ૧૫ થી ૨૦ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ મહાનગર પાલિકામાં નબળા કામ, ભ્રષ્ટાચાર જેવી બાબતો અનેક વખત સામે આવી છે.

આ મામલે હંમેશા પદાધિકારીઓ અને અધિકારીઓ ઢાંકપિછોડા જ કર્યા છે. આ કારણે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે કોર્પોરેટરનું પણ સાંભળવામાં આવતું નથી. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જાય ત્યારે કોર્પોરેટર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કારણે ભાજપના કોર્પોરેટર ભારતીબેન મકવાણાએ સોમવારે ૧૦.૩૦ કલાકે રાજ્યના મુખ્ય સચિવનું પૂતળું બાળવાની જાહેરાત કરી છે.

પત્ર પાછો લેવા માટે ભાજપના એક મોટા નેતાએ સમજાવ્યા પરંતુ મ્યુનિસિપલ કમિશનર સાથે ફરી ચકમક થતા પત્ર પાછો લીધો નહોતો. રાજકોટ શહેરની અલગ-અલગ હોટેલ, રેસ્ટોરન્ટ અને હોર્ક્‌સ ઝોનમાંથી નિકળતા એઠવાડ અને ભીના કચરાનો કોર્પોરેશન દ્વારા સદ્‌ઉપયોગ કરવામાં આવશે.

બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનને વધુ પ્રિમિયમ ચૂકવનારી કંપનીને ટેન્ડર આપવામાં આવશે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઇન્દોર શહેરમાં બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી આર્થિક ફાયદો થાય છે અને ભીના કચરાનો પણ યોગ્ય નિકાલ થઇ જાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. રિલાયન્સ અને અદાણી સહિત અલગ-અલગ સાત કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.