Western Times News

Gujarati News

હાર્ટ એટેકનો NCRBનો રિપોર્ટ આપ્યોઃ ચોંકાવનારા આંકડાઓ મળ્યા

હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો

(એજન્સી) નવી દિલ્હી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરોના નવા રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ૧૨.૫ ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૨ માં હાર્ટ અટેકના કારણે ૩૨,૪૫૭ લોકોના મોત થયા હતા, જે ગયા વર્ષે નોંધાયેલા ૨૮,૪૧૩ મૃત્યુ કરતા ઘણા વધારે છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે કોવિડ-૧૯ પછી હાર્ટ અટેકના કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે.

ઘણા સંશોધનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કારણે હાર્ટના ફંક્શનને ખૂબ અસર થઈ છે. માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨માં અચાનક મૃત્યુનો દર પણ વધ્યો છે. વર્ષ ૨૦૨૨માં અચાનક મૃત્યુનો કુલ આંકડો ઘણો આશ્ચર્યજનક છે. અચાનક મૃત્યુની સંખ્યા ૫૬,૪૫૦ છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ચિંતાજનક રીતે વધી રહેલા વલણને દર્શાવે છે.

વર્ષ ૨૦૨૨માં આ આંકડો ૫૬,૪૫૦ સુધી પહોંચી ગયો હતો જે જે ગયા વર્ષના ૫૦,૭૩૯ના આંકડા કરતાં ૧૦.૧ ટકા વધારે છે. એનસીઆરબીએ પોતાના રિપોર્ટમાં આકÂસ્મક મૃત્યુની વ્યાખ્યા કરી છે. હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો ૨૦૨૦ માં ૨૮,૫૭૯ થી ઘટીને ૨૦૨૧ માં ૨૮,૪૧૩ થયો અને પછી ૨૦૨૨ માં વધીને ૩૨,૪૫૭ થયો. નિષ્ણાંતોએ ઘણા પરિબળો દર્શાવ્યા છે જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે.

જેમ કે ઉચ્ચ સોડિયમ ડાયટ, કસરતનો અભાવ, ધૂમ્રપાન, વધુ પડતો દારૂ પીવો, વધુ એÂક્ટવ ન રહેવું. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, હિમોગ્લોબિનનું ઊંચું સ્તર તમારા હૃદયના જોખમને પણ વધારી શકે છે. સ્ટ્રોક અને લોહી જાડુ થવું, જે પોલિસિથેમિયા તરીકે ઓળખાય છે. આ વધારાના કોષો લોહીને ઘટ્ટ કરે છે.

તેના પ્રવાહને ધીમો કરે છે અને લોહી ગંઠાવું જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. નેશનલ હેરાલ્ડ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, હિમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રિÂન્સપલ ડાયરેક્ટર ડા. રાહુલ ભાર્ગવના મતે હાઈ હિમોગ્લોબિન લેવલને અવગણવું જોઈએ નહીં કારણ કે તેનાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે અને ક્યારેક ક્યારેક સ્ટ્રોક, હાર્ટ અટેક અને પગ અને પેટમાં લોહીના ગંઠાવા જેવી ખતરનાક સ્થિતિ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.