Western Times News

Gujarati News

ગોધરા ખાતે વણઝારા સમાજના પ્રશ્નોને લઈને નીકળેલી રેલીનું સ્વાગત કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, મહારાષ્ટ્રના હરિતકાંતિના અને પૂર્વ મુખ્યમંત્રી વસંત રાવ નાયક ના જન્મ સ્થળ યવતમાલ ગહુંલી થી દિલ્હી સુધી મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વણઝારા સમાજના વિવિધ પ્રશ્નોને લઈને મહા સંમેલન કરવામાં આવશે ત્યારે આ રેલી મહારાષ્ટ્ર જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાઓમાં જેવા કે મધ્યપ્રદેશ,

ગુજરાત ,રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ,હરિયાણા અને દિલ્હીના અલગ અલગ જિલ્લાઓમાં સંપર્ક કરીને ૨૨/૧૨/ ૨૩ ના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભવ્ય મહા સંમેલનનું આયોજન કરનાર છે. જેમાં તેઓની વિવિધ માગણીઓને લઈને સભા કરવામાં આવશે. ત્યારે મહારાષ્ટ્ર જિલ્લામાંથી આવેલ રેલીનું ગોધરા શહેરના ગોર વણઝારા સમાજ દ્વારા ગોધરાના બંજારા પાર્ટી પ્લોટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેમાં વણઝારા સમાજના અગ્રણીઓ, અમરસિંહ ભાઈ વણઝારા ,ધનાભાઇ પગડીવાળા ,વેચાતભાઇ પ્રેમસિહભાઈ હઠીસિંગ સશ્વણભાઈ મગનભાઈ મોહનભાઈ પસનાલ ,બાદલસિંહ કરરા ,મહેતાબ ભાઈ રાધાભાઈ, મોતીભાઈ લાવાડિયા ,રામસિંહ વાકડોત સંજયભાઈ વાકડો, રવિભાઈ વાકડોત ,મહેશભાઈ વડતીયા દશરથભાઈ માસ્ટર, સરદાર ભાઈ માસ્ટર જાદુભાઈ,શનાભાઈ, વિક્રમ, પિન્ટુ આગેવાનો મિત્રો યુવાનો વડીલો કાર્યકર્તા ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં તેમજ ગોધરા અને પીપલોદ ની યુવાનો ની સંપૂર્ણ ટીમના હાજર રહ્યા હતા અને રેલી ને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી.

જેમાં મહારાષ્ટ્ર થી રેલી સાથે આવેલા આગેવાનોને બાબા રામદેવપીર ના ફોટો ફેમ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ૫૨ ટાંડા ના મોટી સંખ્યામાં પંચમહાલ દાહોદ પીપલોદ અને ગોધરા શહેરના વણઝારા સમાજના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.