Western Times News

Gujarati News

ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ચોરીના બાઈક સાથે ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવા તથા પ્રોહી જુગારની બદી દુર કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર નાઓએ સર્વેલન્સ ટીમના

માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના હેડ ભરતસિંહ, રાજેન્દ્રસીંહ ભાવેશકુમાર, કલ્પેશકુમાર, તથા વિષ્ણુભાઇ નાઓ સાથે વડતાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન.પો.કો. ભાવેશકુમાર નાઓને બાતમી હકિકત મળેલ કે,

એક ઇસમ ચોરીનું મો.સા લઇ ચકલાસીથી ઉત્તરસંડા તરફ જનાર હોવાની બાતમી હકિકત આધારે સદર ઇસમની વોચ તપાસમાં રહી ઉપરોકત ઇસમ આવતા તેને રોકી નામઠામ પુછી સદર ઇસમ પાસેથી એક નંબરપ્લેટ વગરનું મો.સા મળી આવેલ જેથી સદર ઇસમને મો.સા બાબતે જરૂરી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી

અને સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે, આ મો.સા પોતે બે મહિના અગાઉ અજરપુરા તા.જી.આણંદ ખાતેથી ચોરી કરી લાવેલાનુ જણાવેલ જેથી સદર ચોરીનું મો.સા કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી અને સદર ઇસમને ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ જારી રાખેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.