Western Times News

Gujarati News

ફેકટરી માલીકની વેપારી અને ફૂડ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ

પ્રતિકાત્મક

GEBના અધિકારીઓ સહીતના દ્વારા હેરાનગતિના આક્ષેપો

ગોડલ, હડતમતાળા GIDCમાં શ્રી હરી પ્રોટીન્સ નામે ચકકી આટાની ફેકટરી ચલાવતા રમેશભાઈ સોરઠીયા નામના માલીકને પુરવઠા મંત્રી અને જીલ્લા કલેકટર સહીત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી ફરીયાદ કરી હતી.

આ ફરીયાદમાં રમેશભાઈ સોરઠીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ફલોર મીલર્સ અને ચકકી પ્લાન્ટના વેપારીઓોને ફુડ કોપોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા રૂ.ર૧રપ લેખે ર૦૦ ટનની મર્યાદામાં દર અઠવાડીયા ઘઉની ફાળવણી કરવામાં આવે છે. આ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે. અમોએ ૧૦ ટનનું ઉચું ટેન્ડર રૂ.રરર૦નું ભર્યું હતું.

આથી તેની સામે જુનાગઢના વનરાજ ફલોર મીલ પ્રા.લી.ના દિલીપ મેઘપરાએ રૂ.રર૪૦નું ટેન્ડર ભરતા પાસ થઈ ગયું હતું. આથી દીલીપ મેઘપરાએ રમેશભાઈને ધમકાવી તમારા ટેન્ડરના કારણે રૂ.ર.૩૦ લાખની નુકશાની આવી છે. તે તમારી ભરપાઈ કરવી પડશે. બાદમાં વારંવાર ધમકી આપી ફોનથી ઉઘરાણી કરતા અને કવીટલ લેખે નાણા ૧પ અધિકારીઓને ફરજીયાત આપવા પડશે તેમ કહી રૂ.૧પ હજાર મંગાવ્યા હતા.

બાદમાં ફૂડ કોર્પરેશનના અધિકારીઓને મારી ફેકટરી ખાતે ચેકીગમાં મોકલ્યા હતા. જયા અધિકારીઓ ફોટા પાડી વીડીયો ઉતારી ગેરવર્તન કર્યું હતું. ભાવનગરના વેપારી તારાચંદ દોલતરામને મોકલ્યા હતા તેમજ વેરાવળના અધિકારીઓ દ્વારા એ ચેકીગની કાર્યવાહી કરી બે મોટરો બાળી નાખી હતી અને વીજ કનેકશન કાપી નાખ્યું હતું. અને તેના જીવનનું જોખમ હોવાનું જણાવી ન્યયા અપાવવા રમેશભાઈ સોરઠીયા દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.