Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા 15 મહિનામાં 13 લાખ કરતા વધુ PMJAY કાર્ડ ઇશ્યુ કર્યાં

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને વિનામુલ્યે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકાર તરફથી પીએમજેએવાય કાર્ડ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારી રીતે અમલ થઈ રહયો છે. શહેરના નાગરિકોને સમયસર કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે છે.

એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એપ્રિલ ર૦રર થી સપ્ટે- ર૦ર૩ના સમયગાળા દરમિયાન ૧૩ લાખ કરતા પણ વધુ પીએમજેવાય કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
રાજય વિધાનસભા ચુંટણીના સમયથી પ્રધાનમંત્રી જનઆરોગ્ય સેવાના કાર્ડ તમામ જરૂરિયાત લોકોને મળી રહે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે હજી પણ યથાવત છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ૧૮ મહિનામાં ૧૩૯૭૬૮ર કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા ચાર મહિનામાં ઈશ્યૂ કરેલ કાર્ડની સંખ્યા પર દ્રષ્ટીપાત કરીએ તો ૧ર૮પપ૦ કાર્ડ નાગરિકોને આપવામાં આવ્યા છે. શહેરના મધ્યઝોનમાં ૧૧૯૯, પૂર્વ ઝોનમાં ર૪૦૧૮, ઉ.પ.ઝોનમાં ૧૩૭૭૪, ઉત્તર ઝોનમાં ર૪૩૧૪, દ.પ.ઝોનમાં ૭૯ર૪, પશ્ચિમ ઝોનમાં ર૩૮૮૬ અને દક્ષિણ ઝોનમાં ર૧૪૬પ જનઆરોગ્ય કાર્ડ જરૂરિયાતવાળા નાગરિકોને આપવામાં આવ્યા છે.

આ આરોગ્ય કાર્ડ ખાસ કરીને શ્રમજીવી વિસ્તારોમાં મોટાપાયે ઈશ્યુ થઈ રહયા છે. શહેરના શાહપુર વોર્ડમાં ૩ર૪૮, ભાઈપુરામાં ૪૭પ૩, ક્રિષ્ણનગરમાં ૪૧૬૩, સંકલિતનગરમાં ર૬૬૪, રખિયાલ ર૪૭૧, બહેરામપુરામાં ૩૯૦૭, નારોલમાં ર૧ર૪ અને વટવામાં ર૯૧૭ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીએમજેએવાય કાર્ડ આપવામાં આવે છે તેનો મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં પણ સારી રીતે અમલ થઈ રહયો છે. મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં છેલ્લા ર વર્ષ દરમિયાન ૬૮૯૭, શારદાબહેન હોસ્પિટલમાં ૧૦૩૯, એલ.જી.હોસ્પિટલમાં ૭૬૦, વી.એસ.માં ૪૧૭ તથા અન્ય કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં મળી કુલ ૯૮ર૬ કલેઈમનો સ્વીકાર કરવામાં આવ્યો છે જેનો સારવાર ખર્ચ રૂ.૧૯.૬ર કરોડ થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.