Western Times News

Gujarati News

આ કારણસર સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ સંપૂર્ણપણે રદ કરાઈ

 અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડના સમારકામ અને ટ્રેકના નવીનીકરણના કામને કારણે સાબરમતી-પાટણ ડેમુ સંપૂર્ણપણે રદ રહેશે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણપણે રદ ટ્રેનો

1. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 થી સુધી રદ રહેશે.

2. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો

1. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી સાબરમતીને બદલે આબુ રોડથી પ્રારંભ થશે તથા આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.