Western Times News

Gujarati News

પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયોએ યુએસમાં ઘૂસખોરીનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે લગભગ એક લાખ લોકો એવા હતા જેમણે તો ગત વર્ષે જ આ પ્રયાસ કર્યો હતો.
સંસદમાં પૂછાયેલા એક સવાલના જાવબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યું કે અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી તરફથી શેર કરાયેલી માહિતી અનુસાર ૨૦૧૮-૧૯ માં ૮૦૨૭, ૨૦૧૯-૨૦ માં ૧૨૨૭, ૨૦૨૦-૨૧ માં ૩૦,૬૬૨, ૨૦૨૧-૨૨ માં આ સંખ્યા ૬૩,૯૨૭ હતી.

જાેકે ૨૦૨૨-૨૩ માં ૯૬,૯૧૭ કેસ સામે આવ્યા હતા. અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતય પ્રવાસીઓની કુલ સંખ્યા ૨૦૦,૭૬૦ છે.

કાર્યવાહી દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશમાં રોજગારની શોધખોળ કરનારા ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે અને નોકરીના ફેક પ્રસ્તાવના જાળમાં ફસાવું ન જાેઈએ.મંત્રાલયે રોજગાર શોધી રહેલા લોકોને રજિસ્ટર્ડ ભરતી એજન્ટની સુરક્ષિત અને કાનૂની સેવાઓનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.