Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં શિખ રીતિ રિવાજથી થતાં લગ્નોને વૈધાનિક માન્યતા

જમ્મુ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ-વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો વિસીત નિયમ અમલી કરાયો છે. જે પ્રમાણે શિખ રીતિ રિવાજ દ્વારા થતાં લગ્નોને હવે વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આ સાથે શિખ સમાજે વર્ષોથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ- અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે.

એક સરકારી સત્તાવાર જાહેરાત પ્રમાણે, આનંદ-કારજ નાં રજિસ્ટ્રેશન માટે જમ્મુ અને કાશ્મીર આનંદ-વિવાહ પંજીકરણ નિયમ-૨૦૨૩ તૈયાર કરાયો છે. જે નીચે સંબંધિત તહેસીલદાર (મામલતદાર) પોતાનાં અધિકાર ક્ષેત્રમાં આ પ્રકારનાં લગ્નો રજિસ્ટર કરી શકશે.

૩૦ નવેમ્બરે જ આ અધિનિયમ સંસદના કાનુન ન્યાય અને સસંદીય વિભાગે પ્રસિદ્ધ કરેલા અધિસૂચનમાં જણાવવામાં આવ્યું છે કે, શિખ યુગલે લગ્ન પછી ૩ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે, જાે તેથી વધુ સમય લાગે તો વિલંબ શુલ્ક ભરવું પડશે.

જમ્મુના જિલ્લા ગુરુદ્વારા પ્રબંધક સમિતિના ઉપાધ્યક્ષ બલવિંદર સિંહે કહ્યું હતું કે, એ સંબંધે અમારી ઘણા લાંબા સમયથી માગણી હતી, તે સ્વીકારવા માટે અમે ઉપ રાજ્યપાલના આભારી છીએ.

વાસ્તવમાં શિખ સમાજ માટે અલગ લગ્ન વિષયક કાનૂન ન હોવાને લીધે ઘણી મુશ્કેલી થઈ હતી.
૧૯૦૯માં બ્રિટિશ ઇમીપીરીયલ લેજિસ્લેટિવ કાઉન્સીલે શિખ વિવાહ સમારોહ આનંદ-કારજને માન્યતા આપવા માટે કાનૂન બનાવ્યો હતો.

૨૦૧૨માં સંસદે આનંદ-વિવાહ (સંશોધન) વિધેયક પસાર કર્યું. જેથી શિખ પરંપરા પ્રમાણેનાં લગ્નોને કાનૂની માન્યતાનાં પરિઘમાં લવાયું. આ વિધેયકને સંબંધિત નિયમોનું કામ કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર છોડી દેવાયું છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.