Western Times News

Gujarati News

પંજાબનો પૂર્વ કોન્સ્ટેબલ ૫૦૦ ગ્રામ હેરોઈન સાથે ઝડપાયો

તરનતારન, પંજાબ પોલીસમાં ૭.૬ ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૫૦૦ ગ્રામ હેરોઈન મળ્યું છે.

જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં પણ જાેવા મળ્યો છે. થોડા સમય પહેલા તેણે પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલની ટીમે જગદીપ સિંહના બે સાથીઓની પણ ધરપકડ કરી છે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના છે. જે બાદ તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આરોપીઓ તેની કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર લગાવીને પણ ફરતા હતા. હાલમાં રાજ્યના સ્પેશિયલ ઓપરેશન સેલરીએ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલની ટીમને બાતમી મળી હતી કે, આરોપી હેરોઈનનો ધંધો કરે છે. જેના આધારે સેલે તરનતારનમાં ગુપ્ત બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની સાથે અન્ય બે સાથી પણ હતા.

ટીમે તેની તપાસ કરતા તેની પાસેથી ૫૦૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. જાણવા મળ્યું છે કે આરોપી જગદીપ સિંહ પણ થોડા દિવસોમાં અમેરિકા જવાનો હતો. નોંધનીય છે કે જગદીપ સિંહ પોતાની ઊંચાઈના કારણે ખૂબ જ ચર્ચામાં હતા.

થોડા મહિના પહેલા, તેણે પરિવારની ફરજાેને ટાંકીને પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ (પંજાબ પોલીસ પૂર્વ કોન્સ્ટેબલ)ના પદ પરથી રાજીનામું આપ્યું હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.