Western Times News

Gujarati News

માલની હેરફેરમાં ગુજરાત રાજ્ય દેશભરમાં અવ્વલ

અમદાવાદ, ગુજરાત સતત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. માલની હેરફેરના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે, સમગ્ર દેશના બંદરો પર જે સામાનની અવર-જવર થાય છે તેની સામે ગુજરાતનો આંકડો ક્યાં પહોંચે છે. દેશના ૨૨૯ બંદરો પર વાર્ષિક ૧૪૩ કરોડ ટન સામાનની આયાત-નિકાસ થાય છે. તેની સામે ગુજરાતના ૪૯ બંદરેથી વર્ષે ૫૫ કરોડ ટન માલની હેરફેર થાય છે.

રાજ્યના ૪૯ બંદરોથી ૨૦૨૨- ૨૩માં ૫૫ કરોડ ટનથી વધુ માલ- દેશના ૨૨૯ બંદરો પર માલ-સામાનની આયાત-નિકાસ થાય છે. જેમાં ૧૨ બંદરો મેજર છે, જેમાં ગુજરાતના કંડલા બંદરનો પણ સમાવેશ થાય છે. કંડલા બંદરેથી ૨૦૨૨-૨૩માં ૧૩.૭૫ કરોડ ટન સામાનની અવર- જવર નોંધાઇ છે. જ્યારે અન્ય ૪૮ નોન-મેજર બંદરો પરથી ૪૧.૬૩ કરોડ ટન સામાનની અવર-જવર થઈ છે.

અહીં વિદેશ જતાં અને એક બંદરેથી બીજા બંદરે અવર-જવર થતા માલ-સામાનનો સમાવેશ થાય છે. દેશના લોજીસ્ટિક સેક્ટર માટેના પ્રોજેક્ટ સાગરમાલા હેઠળ ગુજરાતને ૧૨ નિયત પ્રોજેક્ટ માટે ૧૦૫૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. માલ સમાનની આ પ્રકારે ટ્રાજેક્શનએ આર્થિક રીતે ગુજરાતના વિકાસદરને પણ ઉપર લઈ જાય છે. સાથો-સાથ દેશના વિકાસમાં પણ તેના ફાળો વધે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.