Western Times News

Gujarati News

ધમકીને અવગણીને ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી

FILE - This photo provided by the North Korean government shows what it says is an intercontinental ballistic missile in a launching drill at the Sunan international airport in Pyongyang, North Korea on March 16, 2023. Independent journalists were not given access to cover the event depicted in this image distributed by the North Korean government. The content of this image is as provided and cannot be independently verified. Korean language watermark on image as provided by source reads: "KCNA" which is the abbreviation for Korean Central News Agency. (Korean Central News Agency/Korea News Service via AP, File)

સિયોલ, ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જાે કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી.

કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા છે.

દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર મિસાઈલ ઉત્તર કોરિયાએ સમુદ્રમાં તેની પૂર્વ જળસીમાં તરફ આ મિસાઈલ છોડી છે.

જાે કે આ ક્યા પ્રકારની મિસાઈલ હતી અને તે કેટલે દૂર સુધી પહોંચી હતી તેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા જાપાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી ચુક્યંય છે.

ઉત્તર કોરિયાએ આ મિસાઈલ એવા સમયે છોડી હતી જ્યારે તેમના નેતા કિમ જાેંગ-ઉને તેના પિતા કિમ જાેંગ-ઇલની ૧૨મી પુણ્યતિથિનીએ તેમની સમાધિ સ્થળ કુમસુસન પેલેસમાં પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સ્થળે કિમ જાેંગ-ઇલ અને દિવંગત દાદા અને રાષ્ટ્રીય સ્થાપક કિમ ઇલ-સુંગના મૃતદેહને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ આ મિસાઈલ સિઓલ અને ટોક્યોના અધિકારીઓએ આપેલી ચેતવણી બાદ છોડી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે પરમાણુ હથિયારો સજ્જ ઉત્તર કોરિયા આ મહિને સૌથી લાંબી બેલિસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ) સહિત મિસાઇલનું પરિક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.