Western Times News

Gujarati News

સિહોરના વરલ ગામે બિનવારસી હાલતમાં સરકારી દસ્તાવેજ મળ્યા

ભાવનગર, ભાવનગરના સિહોરમાંથી બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા. વરલ ગામેની પોસ્ટ ઓફિસ બહાર ફેકાયેલી હાલતમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય સરકારી કાર્ડ પણ મળી આવ્યા હતા.

એકરતરફ લોકોને તેમણે કઢાવેલા આધાર કાર્ડ સમયસર મળતા નથી અને અને પોસ્ટ ઓફિસ બહારથી બિનવારસી હાલતમાં મોટી સંખ્યામાં આધાર કાર્ડ મળી આવ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ બિનવારસી આધારકાર્ડ કોના છે ?

વરલ ગામેથી બિનવારસી દસ્તાવેજ મળવા મામલે તપાસ કરતા ખૂલાસો થયો છે કે ગામની પોસ્ટ ઓફિસની બેદરકારી સામે આવી છે. સિહોરના મામલતદાર સાથેની વાતચીતમાં આ ખૂલાસો થયો છે.

હાલ મામલતદારે પંચરોજ કામ કરીને સરપંચ સહિત ગામ લોકોના લેખિતમાં નિવેદન લીધા છે. આસપાસના ગામલોકો દ્વારા સરકારી વિભાગમાંથી કાઢવામાં આવેલ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ પાનકાર્ડ લાંબા સમયથી પડી રહ્યા હોવાથી જેનો નિકાલ કરવા આ પ્રમાણે થેલામાં ભરીને સરકારી કાર્ડ બિનવારસી નાખી દેવામાં આવ્યા હતા. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.