Western Times News

Gujarati News

અરવલ્લીમાં એક બસમાં ૧૪૦ પેસેન્જર ભરાતા મુસાફરો વિફર્યા

મોડાસા, અરવલ્લી જિલ્લામાં એસટી બસને લઈ સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મોડાસા તાલુકાના જ અંતરિયાળ વિસ્તારના લોકોએ અને વિદ્યાર્થીઓએ સવારે અને સાંજે ખીચોખીચ ભરેલી એસટી બસમાં સવારી કરવી પડે છે.

પગ મુકવાની જગ્યા ના હોય એવી બસમાં પરાણે ભીડમાં જાેડાવવું પડે છે. જેને લઈ દધાલિયા ગામના લોકોએ વિરોધ નોંધાવી બસને રોકી હતી.

જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો પારાવાર પરેશાનીઓનો સામનો કરે છે, અને જેમાંથી એક વાહન વ્યવહારની સુવિધા છે. મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એસટીની રામાયણથી લોકો કંટાળ્યા છે.

આ દરમિયાન સવારે એસટી બસમાં સવાસો કરતા વધારે મુસાફરો એ મુસાફરી કરવાની મજબુરીનો સામનો કરવો પડે છે. આવી જ રીતે ૧૪૦ પેસેન્જરો સોમવારે અંતોલી-અમદાવાદ એસટી બસમાં ભરાતા મુસાફરો અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને બસને અટકાવી દીધી હતી.

એક તરફ એસટી તંત્ર નવી બસો અને નવા રુટ ફાળવણી કરવાની વાતો કરે છે, બીજી તરફ લોકોને બસમાં બેસવુ તો ઠીક પગ મુકી ના શકાય એટલી ભીડનો સામનો કરવો પડે છે.

પગ ના મુકી શકાય એટલી ભીડ હોવાને પગલે સોમવારે દધાલીયા ગામમાં એસટી બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. અંતોલી અમદાવાદ જતી એસટી બસમાં ૧૪૦ મુસાફરોની સંખ્યા થઈ હતી. જે દરરોજ સામાન્ય રીતે સવાસોની આસપાસ બસમાં ભરાય છે.

જાેખમી સવારી ભરીને નિકળેળી બસને લઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિકોએ બસને રોકીને ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી. મંગળવારથી વધુ એક બસ રુટ શરુ કરવામાં આવશે એવો ભરોસો આપ્યો છે.

એક તરફ એસટી અમારી અને સલામત સવારીની વાત કરવામાં આવે છે, બીજી તરફ અહીં અંતરિયાળ વિસ્તારમાં એસટી અમારી જાેખમી સવારીના જેમ જાેવા મળી રહી છે. વિદ્યાર્થીઓ ને શાળા અને કોલેજમાં જવાને લઈ મુશ્કેલી સર્જાય છે.

વિદ્યાર્થીનીઓએ મજબૂરીવશ બસની ભીડમાં સામેલ થવું પડે છે. આવી સ્થિતિને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ માટે સ્થાનિકથી લઈને ઉચ્ચ સ્તરે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.