Western Times News

Gujarati News

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત અમદાવાદની રોનક બદલાઈ જશે

નદી પરના તમામ બ્રિજને સ્વચ્છ કરી આકર્ષક લાઈટીંગ કરાશે તેમજ રૂટ પરના રોડને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવાશે

નવા બનતા તમામ રોડની કામગીરી યુદ્ધ સ્તરે આટોપી લેવા માટે કડક આદેશ પણ ઉચ્‌ સ્તરેથી મ્યુનિસિપલ ઈજનેર વિભાગને આપી દેવામાં આવ્યો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી મહિના દરમિયાન ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે. આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પાેરેશને પણ કમર કસી લીધી છે. ગઈ તા. ૧૫ ડિસેમ્બરે યોજાયેલી પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મ્યુનિસિપલ તંત્રની વિવિધ ક્ષેત્રે થયેલી કામગીરી આંખે ઉડીને વળગી હતી.

હવે સત્તાવાળાઓએ આ સમિટમાં પધારનારા મહાનુભઆવોને અમદાવાદના આકર્ષક રંગરુપ બતાવવા માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવા માંડી છે, જે અંતર્ગત રૂટ પર આવેલાં તમામ સર્કલને રંગરોગાન કરી નવા કલેવર બક્ષવા તેમજ સુશોભિત પ્લાન્ટેશન ઉપરાંત આકર્ષક વિવિધ રંગના લાઈટિંગથી સોહામણઆં કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઉચ્ચ સ્તરેથી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારનાં આયોજન કરવામાં આવશે. આ સમિટમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો જે રૂટ પરથી પસાર થનાર હોય ત્યાં અને શહીદ સ્મારક સર્કલની તૂટેલો ગ્રિલ, બીએસએનએલની ડીપીનો તૂટેલો દરવાજો રિપેર કરવો, ટોરેન્ટની ડીપી બદલવી, જંગલી ઘાસ દૂર કરવું,

રોડ પર આવેલી પાણીની ચેમ્બરના વાલ્વનું લેવલિંગ કરવું જેવાં નાનામાં નાના કામને પણ પૂર્‌ કરવાને તંત્ર દ્વારા પ્રાથમિકતા અપાઈ રહી છે. મહાનુભાવોના રોકાણની હોટલની આસપાસ અને તેમના રૂટ પર મ્યુનિસિપલ ઈજનેર વિભાગ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, મ્યુનિસિપલ બાગ બગીચા વિભાગ, મ્યુનિસિપલ લાઈટ વિભાગે એકબીજા સાથે સંકલનમાં રહીને મહાનુભાવોની ઝીણામાં ઝીણી તકલીફનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું રહેશે

અથવા તો મહાનુભાવોને સહેજ પણ ફરિયાદ ન રહે તે ખાસ જોવાનું રહેશે. તેમના રોકાણની હોટલોમાં રિસેપ્શન સેન્ટર પર ફ્લાવર શો માટેની માહિતી અને શોર્ટ વીડિયો ઉપલબ્ધ બની રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવાની રહેશે, કેમ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ના સમયગાલા દરમિયાનમાં શહેરમાં મનમોહક ફ્લાવર શો યોજાતો રહ્યો છે એટલે સમિટમાં પધારેલા મહાનુભાવો ફલાવર શો નિહાળી શકે તે માટે પણ તંત્રએ આગોતરું આયોજન કર્યું છે.

તમામ મહાનુભાવોને અમદાવાદ દર્શન માટે પ્રતિષ્ઠત ટ્રાવેલકંપની સાથે કોઓર્ડિનેટ કરવાનું ધ્યાન પણ સત્તાવાળાઓ રાખવાના છે. મહાનુભાવો શહેરના જોવાલાયક સ્થળોએ સરળતાથી હરી-ફરી શકે તે માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીને સંકલન કરવા માટેની ખાસ ફરજ સોંપવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવા બનતા તમામ રોડની કામગીરી યુદ્ધ સ્તરે આટોપી લેવા માટે કડક આદેશ પણ ઉચ્‌ સ્તરેથી મ્યુનિસિપલ ઈજનેર વિભાગને આપી દેવામાં આવ્યો. આ તમામ રોડની કામગીરી તા. ૨૫ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સ્તરે થયેલી કામગીરનો સમયે સમયે રિવ્યુ લેવા માટેનો આદેશ પણ અપાયો છે.

સાબરમતી નદી પરન તમામ બ્રિજને પાણીથી સ્વચ્છ કરી નયમરમ્ય લાઈટિંગથી ઝળહળતા કરાશે. સમિટ રૂટના રોડ પર દિશાસૂચક બોર્ડ, ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ, પ્લાન્ટેશન વગેરેને વ્યવસ્થિત રાખવા ઉપરાંત રૂટ પરના રોડને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.