Western Times News

Gujarati News

બ્રિટિશ યુગથી ચાલી રહેલો રાજદ્રોહ કાયદો નાબૂદ: ત્રણ નવા ક્રિમિનલ બિલ લોકસભામાં પાસ

સગીરા પર બળાત્કાર અને મોબ લિંચિંગ કેસમાં ફાંસી-આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ થશેઃ 

૧૮, ૧૬ અને ૧૨ વર્ષની છોકરીઓ પરના બળાત્કાર માટે અલગ-અલગ સજા મળશે-રાજદ્રોહના બદલે હવે દેશદ્રોહનો કાયદો

નવી દિલ્હી, લોકસભામાં ૩ નવા ક્રિમિનલ બિલ પાસ કરવામાં આવ્યા છે. હવે એને રાજ્યસભામાં મોકલવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ એને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. આ અંગે રજૂઆત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશયુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટે મૃત્યુદંડ આપવામાં આવશે.

રાજદ્રોહને બદલે મેં તેને દેશદ્રોહમાં બદલ્યો છે, કારણ કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ તેમનો અધિકાર છે. જો કોઈ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ સશસ્ત્ર વિરોધ કે બોમ્બવિસ્ફોટ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેને મુક્ત થવાનો કોઈ અધિકાર નથી, તેને જેલમાં જવું પડશે. કેટલાક લોકો એને પોતાના શબ્દોમાં તૈયાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ કૃપા કરીને મેં જે કહ્યું એ સમજો. જે કોઈ દેશનો વિરોધ કરશે તેને જેલમાં જવું પડશે.
અમારું વચન હતું કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ કરીશું. અગાઉ આનો કોઈ ઉલ્લેખ નહોતો, જ્યાં તેઓ (કોંગ્રેસ) સત્તામાં હતી ત્યારે લોકો સામે ેંછઁછ કાયદો લાદવામાં આવ્યો નહોતો.

દેશના કાયદામાં આતંકવાદને રોકવા માટે કોઈ જોગવાઈઓ ન હતી, સંસદમાં બેઠેલા લોકો એને માનવ અધિકાર ગણાવીને એનો વિરોધ કરતા હતા. જ્યારે આતંકવાદ માનવ અધિકાર વિરુદ્ધ છે.

આ બ્રિટિશશાસન નથી, જેનો તમે આતંકવાદથી બચાવ કરી રહ્યા છો. મોદી સરકારમાં આવી દલીલો સાંભળવામાં નહીં આવે. હવે ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કોઈ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં નાખીને ભય ફેલાવશે તેને આતંકવાદી ગણવામાં આવશે. હવે આમાં વિરોધનો કોઈ અવકાશ નથી, આતંકવાદી કૃત્યો કરનારાઓ પ્રત્યે દયા ન રાખવી જોઈએ.

બાળકી પર બળાત્કારના દોષિત વ્યક્તિને મૃત્યુદંડ-પહેલા બળાત્કાર માટે કલમ ૩૭૫, ૩૭૬ હતી, હવે જ્યાંથી ગુનાઓની ચર્ચા શરૂ થાય છે ત્યાં કલમ ૬૩, ૬૯માં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામૂહિક બળાત્કારની વાત પણ સામે આવી છે. બાળકો સામેના ગુનાઓ પણ સામે આવ્યા છે. પહેલાં હત્યા માટે કલમ ૩૦૨ હતી, હવે ૧૦૧ થઈ ગઈ છે.

૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે. ગેંગરેપના દોષિતોને ૨૦ વર્ષ સુધીની કેદ અથવા તેઓ જીવે ત્યાં સુધી કેદની સજા થશે.

સૂચિત કાયદામાં દોષિત હત્યાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જો વાહન ચલાવતી વખતે અકસ્માત થાય તો આરોપી ઘાયલને પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં લઈ જાય તો તેને ઓછી સજા આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં ૧૦ વર્ષની સજા થશે.

મોબ લિંચિંગ માટે મૃત્યુદંડ હશે. સ્નેચિંગ માટે કોઈ કાયદો ન હતો, હવે તે કાયદો બની ગયો છે. જ્યારે કોઈને માથા પર લાકડીથી માર મારવામાં આવે અને વ્યક્તિ બ્રેઈન ડેડ થઈ ગયો હોય તો આરોપીને ૧૦ વર્ષની કેદની સજા થશે.

શાહે કહ્યું- હવે નવા કાયદામાં પોલીસની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. અગાઉ જ્યારે પણ કોઈની ધરપકડ કરવામાં આવતી ત્યારે તેનાં પરિવારજનોને તેની જાણ પણ ન હતી. હવે જો કોઈની ધરપકડ થશે તો પોલીસ તેના પરિવારને જાણ કરશે. કોઈપણ સંજોગોમાં પોલીસ પીડિતને ૯૦ દિવસમાં શું થયું એની જાણ કરશે.
પીડિત અને પરિવારને તપાસ અને કેસના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપવા માટે ઘણા મુદ્દા ઉમેરવામાં આવ્યા છે.

ત્રણ કાયદાની મહત્ત્વની જોગવાઈઓ – જો આપણે ભારતીય ન્યાયિક સંહિતાની વાત કરીએ તો એમાં માનવ સંબંધિત અનેક ગુનાઓ પાછળ રાખવામાં આવ્યા હતા. બળાત્કારના કેસો, બાળકો સામેના ગુનાઓ આગળ મૂકવામાં આવ્યા છે.

પહેલાં બળાત્કાર માટે કલમ ૩૭૫, ૩૭૬ હતી, હવે કલમ ૬૩, ૬૯માં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાંથી ગુનાઓની ચર્ચા શરૂ થાય છે. સામૂહિક બળાત્કારની વાત પણ સામે આવી છે. બાળકો સામેના ગુનાઓ પણ સામે આવ્યા છે. હત્યા ૩૦૨ હતી, હવે એ ૧૦૧ થઈ ગઈ છે. સામૂહિક બળાત્કારના આરોપીને ૨૦ વર્ષ સુધી અથવા તે જીવતો હોય ત્યાં સુધીની જેલની સજા થશે.

૧૮, ૧૬ અને ૧૨ વર્ષની છોકરીઓ પરના બળાત્કાર માટે અલગ-અલગ સજા મળશે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બળાત્કાર માટે આજીવન કેદ અને મૃત્યુદંડ. ગેંગરેપના કેસમાં ૨૦ વર્ષની કેદ અથવા આજીવન કેદ. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ ફરીથી મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.