Western Times News

Gujarati News

અભિનેતા શાહરૂખની ફિલ્મએ કરી છપ્પરફાડ કમાણી

મુંબઈ, રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને ઓડિયન્સનો જાેરદાર રિસ્પોન્સમમળી રહ્યો છે. ફિલ્મએ છપ્પરફાડ કમાણી કરી લીધી છે. શાહરુખની ડંકી મુવીની રાહ ફેન્સ ક્યારના જાેઇ રહ્યા હતા.

પઠાન અને જવાન પછી શાહરુખની આ ત્રીજી મોટી ફિલ્મ છે. આ વર્ષ શાહરુખના માટે જાેરદાર રહ્યુ છે. કમાણીના મામલે વાત કરવામાં આવે તો પઠાન અને જવાન કરતા હાલમાં પાછળ ચાલી રહી છે, પરંતુ આંકડો વધી શકે છે.

પહેલાં દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મએ ૩૫.૨૩ કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યુ હતુ. જ્યારે હવે લોકોની નજર આવનારા દિવસો પર ટકી ગઇ છે. બીજા દિવસના કલેક્શનની વાત કરીએ તો શાહરુખની ડંકી મુવીએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

ફિલ્મએ બીજા દિવસે બોક્સ ઓફિસ પર ૩૦ થી ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે જે પહેલા દિવસની તુલના કરતા ઓછી છે. હવે જાેવાનું રહ્યુ કે શનિવાર અને રવિવારના દિવસોમાં ફિલ્મ કમાલ કરી શકે છે કે નહીં.

સામાન્ય રીતે વિકેન્ડના દિવસોમાં કમાણીનો આંકડો અપ જતો હોય છે. પઠાને બીજા દિવસે ૭૦ કરોડ જ્યારે જવાન મુવીએ ૫૩ કરોડનું કલેક્શન કર્યુ હતુ. ડંકીના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ મુન્નાભાઇ એમબીબીએસ, પીકે અને થ્રી ઇડિયટ્‌સ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

ડંકીમાં શાહરુખ ખાન સિવાય તાપસી પન્નુ, વિક્કી કૌશલ, બોમન ઇરાની, સતીષ શાહ અને વિક્રમ કોચર જાેવા મળશે. ફિલ્મ ૧૨૦ કરોડના બજેટમાં બનેલી છે. સુપરસ્ટાર શાહરુખ ખાન અને રાજકુમાર હિરાની પહેલીવાર એક સાથે કામ કરી રહ્યા છે. બન્ને સિતારા પોતાના ક્ષેત્રમાં ટોપ પર છે. જ્યારે બન્નેનું સાથે આવવુ એ આ ફિલ્મને ખાસ બનાવે છે.

રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં તમને કોમેડી અને ઇમોશન્સ એમ બન્ને જાેવા મળશે. આટલું જ નહીં ડંકી મુવીનું સંગીત પણ ફેન્સનું દિલ જીતી રહ્યું છે. આ મુવીના સોન્ગ પર યુટ્યૂબ પર ધમાલ મચાવે છે.

આખરે શાહરુખ ખાનના ફિલ્મનો શો સવાર-સવારમાં કેમ રાખવામાં આવ્યો? આ પાછળનું કારણ શું છે? આ સવાલ દરેક લોકોના મનમાં થાય છે. આમ, તમને જણાવી દઇએ કે ફેન્સની સ્પેશિયલ ડિમાન્ડ પર આ શો રાખવામાં આવ્યો છે.

શાહરુખ ખાનની મોટાભાગની ગાડીઓના નંબર ૫૫૫ છે. એવામાં ફેન્સ ઇચ્છે કે પહેલો શો આ વખતે આ સમયે રાખવામાં આવે. ફિલ્મના મેકર રાજ કુમારે હિરાનીએ ફેન્સની ડિમાન્ડ પૂરી કરવા માટે સવારમાં ૫.૫૫ વાગ્યાનો શો રાખ્યો છે.

ફિલ્મ ‘ડંકી’ હિટ થતાની સાથે શાહરુખ ખાન આ વર્ષે હેટ્રિક લગાવી દેશે. એવામાં શાહરુખ ખાનનું આ વર્ષ સૌથી સારામાં સારું સાબિત થયુ. આ પહેલાં પઠાન અને જવાન મુવીએ પણ છપ્પરફાડ કમાણી કરી છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.