Western Times News

Gujarati News

અભિનેત્રી વાણી કપૂર રોયલ લુકમાં જોવા મળી

મુંબઈ, વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો. ત્યારથી, અભિનેત્રી સતત દરેક ભૂમિકામાં પોતાને સાબિત કરી રહી છે. જો કે, વાણી અમુક પસંદગીના પ્રોજેક્ટ માટે જ સાઈન કરી રહી છે. વાણી તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

અવારનવાર તેના ગ્લેમરસ લુક વાયરલ થતા રહે છે. હવે ફરી વાણી ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા વાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેનો રોયલ લુક જોવા મળ્યો હતો. કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે વાણીએ એક કિલર પોઝ આપ્યો છે. ચાહકોએ તેના વખાણ કરતા ઘણી કોમેન્ટ કરી છે. તો બીજી તરફ, અભિનેત્રીના ફોટા પર થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી છે, જે ઝડપથી વધી રહી છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.