Western Times News

Gujarati News

જેટકોના 66KW ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું: વિજળીની અછત દૂર થશે

ભરૂચ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)ના ૬૬ કેવી ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્ક્રીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યો હતો. Getco’s 66KW Jhadeshwar sub station laid foundation stone: Power shortage will be overcome

આ પ્રસંગે ઉર્જામંત્રી કનુ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સીકાન સંભાળ્યું હતું ત્યારથી ઉર્જાક્ષેત્રના તમામ પ્રશ્રોનું હલ આવ્યું છે તે સમયથી તમામ ગામ અને દરેક ઘર સુધી વિજળી પુરુ પાડનારું ભારતનું ગુજરાત પ્રથમ રાજય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં અચાનક કલાયમેટ ચેન્જ થઈ રહ્યું છે ત્યારે કલાયમેન્ટ ચેન્જમાં થતા સંશોધન માટે સમગ્ર એશિયામાં પ્રથમ વિભાગની શરૂઆત પણ આપણા રાજયમાંથી થઈ છે.

વડાપ્રધાનની દીધદ્રષ્ટીના કારણે ગુજરાત રાજયમાં પ્રથમવાર ર૦૧૦થી ઉર્જા નિતિ અમલી બનાવી હતી. વર્ષ ર૦૭૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન હેતુથી સૌરઉર્જા અને પવન ઉર્જા થકી પ૦ હજાર મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાનો સંકલ્પ આપણે લીધો છે. જેમાં ફકત ગુજરાત રાજય ૧૦ હજાર મેગાવોટથી કામ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ર૦૦રમાં ભરૂચ જિલ્લામાં ર૪ સબ સ્ટેશનો હતા જે આજે વધીને ૭૩ સબ સ્ટેશન થયા છે.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને રમેશ મિત્રસએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ૬૬ કેવી સબ સ્ટેશન અને રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમના વિકાસ પ્રોજેકટનું ભૂમિપૂજન અને શુભારંભ કરાવી તકિતનું અનાવરણ કર્યું હતું.

ગુજરાત રાજ્ય 10 હજાર મેગા વોટથી કામ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં ભરૂચ જિલ્લામાં 24 સબ સ્ટેશનો હતા, જે આજે વધીને 71 સબ સ્ટેશન થયા છે. આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં બીજા 11 જેટલા સબ સ્ટેશનોનું નિર્માણ થશે, જેનાથી તમામ વીજળીની ખપત પૂર્ણ થશે.

આ પ્રસંગે ભરૂચના સાસંદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રીતેશકુમાર વસાવા, ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદીયા, ભરૂચ નગર પાલીકા પ્રમુખ વિભૂતી યાદવ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગર પાલીકાના કમિટી સભ્યો, ભરત પરમાર, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરૂચના મુખ્ય ઈજનેર એ.એન.દેસાઈ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર યુ.એ.ચૌધરી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.