Western Times News

Gujarati News

ભારતે વર્ષમાં ૩૦૦૦ કરોડથી વધુના શસ્ત્રોની નિકાસ કરી

નવી દિલ્હી, ભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં ૩૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે.

આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ, હળવા લડાકુ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર અને અન્ય શસ્ત્રોની માંગ રહી હતી.

ભારતીય સેનાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર મિશન હેઠળ મોટાભાગની વસ્તુ, હથિયારો, ઉપકરણને ભારતમાં જ બનાવવા પર ભાર આપવામાં આવેલ છે તેને કારણે ભારતની સરહદ સુરક્ષા વધી છે.

સુરક્ષા મંત્રાલયના અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩માં આશરે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના નિકાસ થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં તે ૩,૦૦૦ કરોડ રૂપિયા વધુ છે જ્યારે ૨૦૧૬-૧૭ની સરખામણીમાં દસ ગણું વધારે છે.

ભારત હાલમાં ૮૫થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતની ડિઝાઇન અને ટેકનોલોજી શ્રેષ્ઠ સાબિત થઇ છે. હાલમાં દેશની ૧૦૦થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. આમાં હથિયારોથી લઈને એરક્રાફ્ટ, મિસાઈલથી લઈને રોકેટ લોન્ચર સુધીનો સમાવેશ થાય છે.

સૈન્ય બાબતોના વિભાગની પાંચમી પોઝીટીવ ઇન્ડિયાઈઝેશન લીસ્ટમાં ૯૮ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની નિકાસ કરવામાં આવી રહી છે. તેમાં એચસીએસ, સેન્સર, હથિયાર અને દારૂગોળો પણ સામેલ છે.

આ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી રહી છે. અગાઉ પીઆઈએલની યાદીમાં ૪૧૧ સૈન્ય ઉત્પાદનો હતા પરંતુ બાદમાં તે વધીને ૪૬૬૬ થઈ ગઈ છે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ડિફેન્સ કેપિટલ પ્રોક્યોરમેન્ટ બજેટમાં સ્વદેશી હિસ્સો ૬૮ ટકા હતો. આગામી સમય માટે તે વધારીને ૭૫ ટકા કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે એરો ઈન્ડિયા શો દરમિયાન આ વાત કહી હતી.  SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.