Western Times News

Gujarati News

સરકારી કચેરીઓમાંથી વચેટિયા વહીવટ દૂર કરવા એડીએમ દ્વારા કડક ર્નિણય લેવાયો

નર્મદા, નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સરકારી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમો તથા ભારતીય દંડ સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.

જેની સામે કાર્યવાહી કરવામાં આવશેનર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતી કચેરીઓ જેવી કે જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે.

કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે તેમની ટોળી આવા નાગરિકો અથવા અરજદારોને ગેરમાર્ગે દોરી, લલચાવી તેમજ વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આવા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ કે ટોળી જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તથા કચેરીમાં પ્રવેશ કરી શકશે નહી.

આ જાહેરનામાની અમલવારી ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ -૧૩૫ તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ઘણાં કિસ્સાઓમાં સરકારી કચેરીઓમાં દલાલો અને લાંચ વગર કોઈ કામ થતું નથી. વધતા ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વત સામે ઝીરો ટોલરન્સ તરફ સરકાર-વહીવટી સ્તરે પ્રયાસો શરૂ થયા છે. જાે બધું બરાબર ચાલશે તો જિલ્લા મથકથી લઈને બ્લોક લેવલે સુધીની સરકારી કચેરીઓમાં લાંચ, ગોટાળા, કાળાબજાર અને ભ્રષ્ટાચારનો વ્યાપ બંધ થઈ જશે.

સૂત્રો અનુસાર જાે વચેટિયા સક્રિય થાય તો નાગરિકોની ગોપનીયતા ઉલ્લંઘન અને નાણાંનો વ્યય જાેવા મળે છે. આ પ્રવૃત્તિઓ જાેવા મળશે તો સરકાર તેની સામે કડક પગલાં લેશે. નર્મદા જિલ્લામાં વચેટિયાઓના દુષણને દૂર કરવા મહત્વનું પગલું ભરાયું છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.