Western Times News

Gujarati News

જંબુસર તાલુકાનું વાવલી ગામ રોશનીથી ઝળહળી ઉઠયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના વાવલી ગામમાં ઘણા વર્ષોની સમસ્યા મુખ્ય હાઈવે પરથી ગામમાં આવવાના માર્ગે લાઇટની સુવિધા નો અભાવ હતો.જેનો ગામના ઉત્સાહી અને ગામના વિકાસને વેગ આપવા સતત પ્રયત્નશીલ રહેતા સરપંચ ક્રિતિકાબેન જગદીશભાઈ રાઠોડ તથા સભ્યો દ્વારા ગ્રામજનોની, વિદ્યાર્થીઓની, નોકરીયાતોની, સમસ્યાનો હલ લાવવા હાઇવે થી ગામ તરફ આવતા રોડ પર અંદાજિત ૪૫ જેટલા થાંભલા પર એલઈડી લાઈટની સુવિધા પ્રાપ્ત કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રોડ પર લાઈટની સુવિધા ની લોકાર્પણ કાર્યક્રમ વાવલી ભાગોળ ખાતે સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.જેમાં સભ્યો, ગામ અગ્રણી રાજુભાઈ,મહેશભાઈ, પરશોતમભાઈ, રમેશભાઈ, ભરતભાઈ સહિત હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિતો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયુંઅને સરપંચના હસ્તે પૂજા,શ્રીફળ વધેરી ગ્રામજનોની સુખાકારીમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે પ્રકાશભાઈ મકવાણા દ્વારા ધારાસભ્ય ડી કે સ્વામી,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ,અણખી સરપંચ તથા જીઈબી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.