Western Times News

Gujarati News

સુશાંતને કોઇ બીજા સાથે કિસ કરતાં જોઇને અંકિતા ગુસ્સે થતી

અંકિતાને આવી સુશાંતની યાદ

અંકિતાએ ખુલાસો કર્યો કે તે ત્યારે ડેટિંગ કરી રહી હતી જ્યારે સુશાંતે શુદ્ધ દેસી રોમાન્સ અને પીકેમાં કામ કર્યુ હતું

મુંબઈ, અંકિતા લોખંડે જ્યારથી ‘બિગ બોસ ૧૭નો હિસ્સો બની છે, ત્યારથી જ તે થોડાં-થોડાં સમયે સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત યાદગાર કિસ્સા ઓડિયન્સ સાથે શેર કરી રહી છે. શોના લેટેસ્ટ એપિસોડમાં અંકિતાએ સુશાંતના ઇન્ટીમેટ સીન કરવા અને તેનાથી પોતાના પર પડેલા પ્રભાવ વિશે વાત કરી. અંકિતાએ ખુલાસો કર્યો કે તે ત્યારે ડેટિંગ કરી રહી હતી જ્યારે સુશાંતે ‘શુદ્ધ દેસી રોમાન્સ’ અને ‘પીકે’માં કામ કર્યુ હતું.

શુદ્ધ દેસી રોમાન્સમાં સુશાંત પરિણીતી ચોપરા અને વાણી કપૂર સાથે જ્યારે ‘પીકે’માં અનુષ્કા શર્મા સાથે ઇન્ટીમેટ અને રોમેન્ટિક સીન કરતો જોવા મળ્યો હતો. અંકિતા લોખંડેએ કહ્યું કે તે જાણતી હતી કે આ ફિલ્મોમાં સુશાંત સિંહ રાજપૂતના ઈન્ટિમેટ સીન છે, પરંતુ જ્યારે પણ તે સુશાંતના રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીન જોતી તો તે અસહજ થઈ જતી હતી. અંકિતાએ ‘પીકે’માં સુશાંત અને અનુષ્કાના કિસિંગ સીન પર રિએક્શન આપ્યું.

અંકિતાએ અભિષેક કુમાર અને આયેશા ખાનને પોતાની અસહજતા વિશે જણાવ્યું હતું. અંકિતા લોખંડેએ કહ્યું, જ્યારે મેં પીકે જોઇ ત્યારે મને ચક્કર આવવા લાગ્યા. અંકિતાએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે તેને ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં ઘણા ઈન્ટિમેટ સીન કરતા જોયો ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું. તેણે કહ્યું કે સુશાંતે ફિલ્મ જોવા માટે તેના માટે આખો હોલ બુક કરાવ્યો હતો. અંકિતાએ કહ્યું, “અમે ફિલ્મ જોવા ગયા હતા.

તેણે યશરાજ સ્ટુડિયોમાં આખું થિયેટર હોલ બુક કરાવ્યું. ત્યાં મારા અને સુશાંત સિવાય કોઈ નહોતું. અંકિતા લોખંડેએ કહ્યું કે તે સીન જોતી વખતે તેણે સુશાંત સિંહ રાજપૂતના હાથ પર તેના નખ વડે ઉઝરડા પાડ્યા હતો. તેણે કહ્યું, “તે ભાગી ગયો અને પાછો આવ્યો નહીં. મેં આખી ફિલ્મ જોઈ અને બધા સીન જોઈને ઘરે પહોંચીને ખૂબ રડી. સુશાંત પણ રડી પડ્યો. તેણે કહ્યું- મને માફ કરી દે બુબુ. હવે નહીં કરું.

અંકિતા લોખંડેએ કબૂલાત કરી હતી કે ફિલ્મ જોયા પછી, જ્યારે પણ તે સુશાંત સિંહ રાજપૂત સાથે ઇન્ટિમેટ થતી, ત્યારે તેને ‘PK’ અને ‘શુદ્ધ દેશી રોમાન્સ’ના તે સીન યાદ આવતા અને તે તેને પાછળ ધકેલી દેતો. તેના પતિ વિકી જૈન વિશે વાત કરતા અંકિતાએ કહ્યું કે તે સ્ક્રીન પર ઈન્ટીમેટ સીન જોઈ શકતી નથી. “વિકી તો બિલકુલ જોઈ શકતો નથી.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.