Western Times News

Gujarati News

નયનતારા અને વિગ્નેશએ પરિવાર સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ

એક તસવીરમાં વિગ્નેશ તેના એક પુત્રની ટોપી ખેંચી રહ્યો છે

તસવીરો શેર કરતી વખતે નયનતારાએ કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમ અને પ્રાર્થનામાં વિશ્વાસ રાખનારા તમામ લોકોને ક્રિસમસની શુભેચ્છા

મુંબઈ, 
ક્રિસમસની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી. ફિલ્મ સ્ટાર્સ પણ ક્રિસમસના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અભિનેત્રી નયનતારાએ પણ પોતાના પરિવાર સાથે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. નયનતારાએ સોશિયલ મીડિયા પર ક્રિસમસ સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી છે,

જેમાં તે તેના બાળકો ઉઇર-ઉલાગ અને પતિ વિગ્નેશ શિવન સાથે તહેવારનો આનંદ માણતી જોવા મળે છે. આ દરમિયાન ઉઇર અને ઉલાગ લાલ રંગના કપડામાં મમ્મી-પપ્પા સાથે જોવા મળ્યા હતા. એક તસવીરમાં વિગ્નેશ તેના એક પુત્રની ટોપી ખેંચી રહ્યો છે, જ્યારે નયનતારા તેના બીજા પુત્રને ખોળામાં લઈને હસતી જોવા મળે છે.

પોતાના પરિવારની તસવીરો શેર કરતી વખતે નયનતારાએ કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમ અને પ્રાર્થનામાં વિશ્વાસ રાખનારા તમામ લોકોને ક્રિસમસની શુભેચ્છા. તમે પણ બાળકો સાથે તહેવારની ઉજવણીની ખુશી તેમના ચહેરા પર જોઈ શકો છો. ગયા વર્ષે ઓક્ટોબરમાં નયનતારાએ સરોગસીની મદદથી જોડિયા બાળકોનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું હતું.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.