Western Times News

Gujarati News

17 લાખની સિગારેટોની ચોરી કરનાર ગેંગ CCTV ફૂટેજના આધારે ઝડપાઈ

અમદાવાદ, શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠેર-ઠેર ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાની અસલાલી પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યાે છે કે જે માત્ર ને માત્ર ગોડાઉનમાં ચોરી કરે છે. અસલાલી પોલીસે ગોડાઉનમાં ચોરી કરતા બે ગઠિયાઓને લાખે રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. Cigarette stealing gang nabbed on CCTV footage

આ ગેંગની ખાસિયત એ છે કે તે કોઈ ઘરફોડ ચોરી, ધાર્મિક સ્થળોએ ચોરી કે પછી લૂંટ નથી કરતી, પરંતુ જીઆઈડીસી તેમજ ગોડાઉનમાં કિમતી સરસામાનની ચોરી કરે છે. ત્યારબાદ બજારમાં સસ્તા ભાવે વેચી દેતી હોય છે. બાતમીના આધારે અસલાલી પોલીસે આ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જેમના વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના સંખ્યાબંધ ગુના નોંધાયા છે.

થોડા દિવસ પહેલાં આ ગેંગ દ્વારા અસલાલીમાં આવેલા એક ગોડાઉનમાંથી ૧.ર૦ લાખ સિગારેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે તેમની ધરપકડ કરી છે. અસલાલી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં ૧૬.૮૭ લાખ રૂપિયાની સિગારેટની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા લઈને પોલીસની ટીમે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું

અને એક ગેંગના બે સભ્યોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. વાઘેલા, પીએસઆઈ એ.ડી. પાંડવ, એસએસઆઈ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જિજ્ઞેશભાઈ, ચંદ્રસિંહ, કુલદીપસિંહ સહિતની ટીમોરે અલગ અલગ ટીમો બનાવીને ચોર ટોળકીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.

ચોરી થઈ તે જગ્યાથી લઈને વિવિધ સ્થળો પર કુલ ૧પ૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સાણંદ જિલ્લામાં આવેલા કુવારગામમાં રહેતા મનોજ ચુનારા અને લાંભામાં રહેતા છોટુ પવારની ધરપકડ કરી હતી. અસલાલીમાં આવેલા અમન વેર હાઉસમાં આઈટીસી લિમિટેડનું સિગારેટનું ગોડાઉન આવેલું છે.

બંને શખ્સોએ રર ડિસેમ્બરની મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ ગોડાઉનના પતરા તોડી સિગારેટના કાર્ટનની ચોરી કરી હતી. મનોજ અને છોટુએ સિગારેટના ગોડાઉનમાંથી દસ સિગારેટના કાર્ટન, જેમાં કુલ ૧.ર૦ લાખ સિગારેટની સ્ટિક હતી તેની ચોરી કરી હતી, જેની કિંમત ૧૬.૮૭ લાખ રૂપિયા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.