Western Times News

Gujarati News

નોકરીમાંથી કાઢી મૂકેલા બે કર્મચારીઓએ બોસને ફસાવ્યા

વડોદરા, ગુજરાતના વડોદરામાં હની ટ્રેપનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પોતાના બોસને પાઠ ભણાવવા તેની જ કંપનીના બે કર્મચારીઓએ તેના નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કર્યા હતા. આ મામલે હવે કાર્યવાહી થઈ રહી છે.
બોસ અને કર્મચારીઓ વચ્ચે હવે નારાજગી રહેવાની છે પણ બોસને પાઠ ભણાવવા માટે તેમની કંપનીના બે કર્મચારીઓએ કંઈક એવું કર્યું જેનાથી તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

મામલો ગુજરાતના વડોદરાનો છે. જ્યાં સોફ્ટવેર કંપનીના બોસના ત્રાસથી એક પુરુષ અને મહિલા કર્મચારીએ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ બંનેએ આ અંગેનો બદલો લેવાનું નક્કી કર્યું. બંનેએ તેમને હની-ટ્રેપમાં ફસાવીને તેમના ફોટા પાડી તેમના સંબંધીઓ અને તેમની પત્નીને મોકલ્યા હતા.

ત્રણ મહિના સુધી આ બધું સહન કર્યા બાદ પીડિત બોસે પોલીસને મામલાની જાણ કરી હતી. આખરે પોલીસે આ કેસમાં ૨ પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે.

ત્રણ મહિના સુધી પરેશાન થયા બાદ પીડિત બોસે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. ૧૦ દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓને પણ શોધી કાઢ્યા છે જેઓ તેમને બ્લેકમેલ કરતા હતા.

કેસની માહિતી આપતા પોલીસે કહ્યું કે બોસના ત્રાસથી નારાજ થઈને તેમની કંપનીના બે લોકોએ આ પ્લાન બનાવ્યો હતો. નોકરી છોડ્યા બાદ બંનેએ મહિલાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું.

બંનેએ ચાર મહિના પહેલાં બોસ સાથે ચેટ કરવાનું શરૂ કર્યું હતું.બંનેએ એકાઉન્ટમાંથી તેમની સાથે અશ્લીલ ચેટિંગ શરૂ કરી હતી. પીડિત બોસને લાગ્યું કે કોઈ મહિલા તેની સાથે ચેટ કરી રહી છે. બંને આરોપીઓએ બોસને વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા કેટલાક નગ્ન ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા અને સામે તેમના ફોટોગ્રાફ માગ્યા હતા.

આ એમનો પ્લાન હતો અને બોસ એમની જાળમાં ફસાઈ ગયા હતા. જેવા એકાઉન્ટમાં નગ્ન ફોટા આવ્યા તુરંત જ બંનેએ આ એકાઉન્ટને બંધ કરી દીધું હતું. થોડા દિવસો પછી, બંનેએ તેમના નગ્ન ફોટા અને ચેટ સ્ક્રીનશોટ બોસના ઈમેલ પર મોકલ્યા હતા. તેઓ જાણતા જ નહોતા કે તેઓ હનીટ્રેપનો ભોગ બન્યા છે.

બંને આરોપીઓએ ફર્મના એચઆર વિભાગને આ ઈમેલ મોકલ્યો હતો. બંને અહીંયાં પણ ન અટક્યા. તેઓએ તેમની તસવીરો અને ચેટ્‌સ તેમની પત્નીને પણ મેઈલ કરી હતી.

આટલું જ નહીં ફોટોગ્રાફ્સની પ્રિન્ટઆઉટ કાઢીને સ્પીડ પોસ્ટ દ્વારા તે ઓફિસમાં મોકલવામાં આવી હતી જ્યાં બોસની પત્ની કામ કરતી હતી.

જ્યારે આ સિલસિલો બંધ ન થયો તો બોસે ના છૂટકે પોલીસ પાસે જવાનું વિચાર્યું. તેમણે સાયબર ક્રાઈમનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. જ્યાં આઈપી એડ્રેસ દ્વારા બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે આ કોર્પોરેટ દુશ્મનીનો મામલો છે. હવે આ કેસમાં પોલીસના હાથ પણ બંધાઈ ગયા છે. વડોદરાના પોલીસે આ કેસમાં કાયદાકીય પગલાં લીધા છે. બંનેનાં નિવેદનો નોંધવા માટે સીઆરપીસી ૪૧(એ) હેઠળ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ફરિયાદી કેસને આગળ ધપાવવા ઇચ્છુક નથી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.