Western Times News

Gujarati News

ગણતરીના દિવસોમાં મંગળ પર પહોંચી શકાય એવું રોકેટ બનશે

નવી દિલ્હી, ઈસરો હવે પરમાણુ ઈંધણથી સંચાલિત થતાં રોકેટ પર કામ કરી રહ્યું છે. આ રોકેટની શરૂઆતની ડિજાઈન પણ તૈયાર થઇ ચૂકી છે. જાે આગામી અમુક વર્ષોમાં આ ન્યૂક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ તૈયાર થઇ જશે તો ભારત લાંબા અંતરે આવેલા કોઈપણ ગ્રહ સુધી ઓછામાં ઓછા સમયમાં પોતાનું સ્પેસક્રાફ્ટ પહોંચાડી શકશે.

ન્યૂક્લિયર રોકેટનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશનમાં એસ્ટ્રોનોટ્‌સને પાછા આવવામાં તકલીફ નહીં પડે અને સાથે જ ઈંધણની પણ ચિંતા નહીં હોય. પરમાણુ ઈંધણથી ચાલતું રોકેટ સૌર મંડળ બહારના તમામ મિશન માટે શ્રેષ્ઠ સાબિત થશે કેમ કે આવા ડીપ સ્પેસ મિશન માટે આ પ્રકારની સુવિધાની તાંતી જરુર છે.

એવી પણ માહિતી છે કે ઈસરો અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે મળીને રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટર્સ (આરટીજી) ડેવલપ કરી રહ્યા છે. હાલમાં રોકેટ અને સેટેલાઈટ્‌સમાં કેમિકલ એન્જિનનો ઉપયોગ થાય છે. પરંતુ જાે કોઈ ગ્રહ પર જઇને પાછા ફરવું હોય તો આ કેમિકલ એન્જિન નબળાં સાબિત થશે. તેમાં વધુ ઈંધણ વપરાશે.

ન્યૂક્લિયર એન્જિન ધરાવતું રોકેટ સામાન્ય ન્યૂક્લિયર એન્જિન કરતાં અલગ હશે. તે વીજળી પેદા કરનારા ન્યૂક્લિયર એન્જિન જેવું નહીં હોય. તેમાં ન્યૂક્લિયર ફિશન નહીં હોય પણ આરટીજીમાં રેડિયોએક્ટિવ પદાર્થો વપરાશે, જેમ કે પ્લૂટોનિયમ-૨૩૮ કે પછી સ્ટ્રોંટિયમ-૯૦. આ પદાર્થ જ્યારે ડિકે થાય છે તો ઘણી ઊર્જા પેદા કરે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.