Western Times News

Gujarati News

એચ.ટાટ મુખ્ય શિક્ષકોના વધઘટ બદલી કેમ્પ બંધ રાખવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું

ખેડા:ખેડાના ગળતેશ્વર તાલુકાના ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ સાથે જોડાયેલ એચ.ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે સરકારશ્રી દ્વારા આર.ટી.ઈ એકટ ૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૧૨થી શરુ કરી ક્રમશઃ રીતે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચ.ટાટ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવેલ છે. મુખ્ય શિક્ષકની નિમણૂક વખતે સરકારશ્રી દ્વારા બાળકોની સંખ્યાને ધ્યાને લીધા સિવાય મુખ્ય શિક્ષકોની ભરતી નિમણૂક કરવામાં આવેલ હતી.

આવા મુખ્ય શિક્ષકની નિમણૂકને કારણે શાળાઓની શૈક્ષણિક પ્રગતિ તથા વ્યવસ્થાતંત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આમ છતાં તાજેતરમાં સરકારશ્રી દ્વારા મુખ્યશિક્ષક બદલી અંગેના નિયમો બહાર પાડી તારીખ ૧૯/૧૨/૧૯ થ ૨૧/૧૨/૧૯ સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વધઘટ કેમ્પ કરવાની સુચના આપવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ અથવા ધોરણ ૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંખ્યા અથવા બંનેમાંથી ભેગા કરી ૨૫૦ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં જ મુખ્ય શિક્ષક આપવા, અને બાકીના શાળાઓમાં મુખ્ય શિક્ષકોને વધમાં ઘણી અન્ય શાળાઓમાં બદલી કરવાનો અન્યાય અને નુકસાન કરતાં નિર્ણય લેવામાં આવેલ છે. જે નિર્ણય રદ કરી સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષક વધત કેમ બંધ રાખવામાં આવે તેવી અમારી માંગણી સરકારશ્રીમાં પહોંચાડશે તેવી નમ્ર વિનંતી છે.

આ સિવાય છતાં મુખ્ય શિક્ષક ભરતી કર્યાના સાત વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતા અન્ય પ્રશ્નોનું પણ નિરાકરણ આવેલ નથી. જેવા કે  (૧.) એચ.ટાટ મુખ્ય શિક્ષકની જગ્યા વેકેશનલ છે કે નોનવેકેશનલ તેની સ્પષ્ટતા નથી. (૨.) એચ.ટાટ મુખ્ય શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ ક્યારે અને કેવી રીતે મળશે તેની સ્પષ્ટતા નથી. (૩.) બઢતીથી એચ.ટાટ મુખ્ય શિક્ષક બનેલા પ્રાથમિક શિક્ષકોને એક કાલ્પનિક ઇજાફો આપવાની જોગવાઇ કરેલ નથી. જેના કારણે મુખ્ય શિક્ષક કરતાં જુનિયર શિક્ષક હોય તેવા શિક્ષક નું પગારધોરણ વધુ છે.(૪.) મુખ્ય શિક્ષક નિવૃત્તિ સમયે સ+ નો લાભ આપવો કે કેમતે સ્પષ્ટ નથી.

પરંતુ શિક્ષકોને તેનો લાભ આપવામાં આવે છે. (૪.) બદલીના નિયમોમાં આંતરિક અને જીલ્લા અરસ-પરસ બદલીની જોગવાઈ કરવામાં આવેલ નથી. (૫.) જે શાળામાં ધોરણ ૧ થી ૫ માં ૧૫૦થી વધુ સંખ્યા વિદ્યાર્થીઓને હોય અને ધોરણ ૬ થી ૮ મા ૧૦૦ વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી શાળામાં બે એચ.ટાટ મુખ્યશિક્ષક આપવાની જોગવાઈ આર.ટી.ઈ એક્ટમાં ૨૦૦૯ માં હોવા છતાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.