Western Times News

Gujarati News

અભિનેત્રી આલિયા ભટ્ટે શેર કર્યો મસ્ત વિડીયો

મુંબઈ, આલિયા ભટ્ટ બી ટાઉનની સૌથી મોટી શાનદાર અને ખૂબસુરત એક્ટ્રેસમાંથી એક છે. વર્ષ ૨૦૨૩ આલિયા ભટ્ટ માટે ખાસ રહ્યો છે. વર્ષ ૨૦૨૩ પૂરું થઇ રહ્યુ છે ત્યારે એક દિવસ પહેલાં આલિયા ભટ્ટે એક મસ્ત રિકેપ વિડીયો શેર કર્યો છે. આલિયા ભટ્ટે આ વિડીયોમાં એની સ્પેશિયલ મુમેન્ટ્‌સની ઝલક બતાવી છે.

સોશિયલ મિડીયા પર આલિયા ભટ્ટે શેર કરેલો આ વિડીયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં આલિયાએ અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે. જો કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરથી વધારે લાઇમલાઇટમાં આ દિવસોમાં એની દીકરી રાહા છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એને ૨૦૨૩ની ખાસ પળોને ઝલક અને તસવીરો બતાવી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર આલિયાએ જ્યારે આ વિડીયો શેર કર્યો એમ તરત જ વાયરલ થવા લાગ્યો છે.

વિડીયોની શરૂઆત આલિયાએ રોકી અને રાનીની પ્રેમ કહાનીની પ્રમોશનલ ઇવેન્ટ શૂટના લુકથી કરી છે. પછી આમાં આલિયાની ૨૦૨૩ની અનેક યાદગાર પળોની તસરવી અને વિડીયો જોવા મળી રહ્યા છે. આલિયાએ આ પોસ્ટના કેપ્શનમાં ‘૨૦૨૩’ લખ્યુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.