Western Times News

Gujarati News

હોનારતની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે

ચેન્નઇ, સ્વિસ સંસ્થાએ કુદરતી હોનારતનો વારંવાર ભોગ બનતા દેશોની એક યાદી બનાવી છે, જેમાં ભારતનો બીજા નંબર આવે છે. અમેરિકામાં મેથ્યુ વાવાઝોડાના કારણે ૭૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦૦ અબજ ડોલરની સંપતિને નુકસાન થયું હતું. એથી એનો પ્રથમક્રમ છે. ભારતમાં ગત વર્ષે એપ્રિલમાં હીટવેવના કારણે ૩૦૦, ઓગષ્ટમાં પુરના કારણે ૧૫૧ અને રેલ દુર્ઘટનાઓમાં ૧૫૦ માણસો માર્યા ગયા હતા. એ ઉપરાંત કેરળ મંદિરમાં આતશબાજીના કારણે વિસ્ફોટ થતા ૧૧૨ માણસો મૃત્યુ પામ્યા હતા.

ભારતનો ક્રમ દ્વિતીય આવ્યો એ તો ઠીક, ઉપરોક્ત ચારેય આપત્તિઓમાં મરનારાનો વીમો નહોતો. યાદીમાં તામિલનાડુમાં દુષ્કાળ અને ‘વર્દા’ નામની નાની આપત્તિમાં ઇન્સ્યુર્ડ નુકસાનીઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાકે કુલ ુનુકસાનીમાં વીમા કવચ ધરાવતી સંપતિનું મૂલ્ય મામુલી હતી. દક્ષિણમાં પાણીની તીવ્ર ખેંચના કારણે ઇન્સ્યુર્ડ નુકસાની ૪૦ કરોડ ડોલર હતી. પણ ૩ અબજ ડોલરની નુકસાનીનો એ માત્ર ૦.૧૩% હિસ્સો હતો.

વિશ્વમાં ૨૦૧૬માં ૩૨૭ આપત્તિ નોંધાઇ હતી. એમાંથી ૧૯૧ કુદરતી અને ૧૩૬ માનવસર્જિત હતી. વિશ્વમાં આ કારણે ૧૧૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા, અથવા લાપતા બન્યા હતા. ગત વર્ષે વિશ્વમાં આપત્તિના કારણે ૧૭૫ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. ૨૦૧૨ પછી આ આંકડો સૌથી ઉંચો છે. ૨૦૧૫માં ૯૪ અબજ ડોલરની સંપતિ નષ્ટ થઇ હતી એ આંકડા કરતા પણ ૨૦૧૬ની નુકસાની નોંધનીય રીતે વધુ છે. માનવસર્જિત નુકસાનીને લાગેવળગે છે ત્યાં સુધી યાદીમાં માત્ર નાઇજિરિયા અને ભારત આવે છે. કોલકાતામાં બ્રિજ તૂટી પડવાથી ૨૩ માણસો માર્યા ગયા હતા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સાવિત્રી નદીમાં વાહનો તણાવી જતા ૨૪ માણસો માર્યા ગયા હતા અને ૧૮ લાપતા જાહેર થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.