Western Times News

Gujarati News

PM મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ: આજે ગુજરાત આવશે

વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટ માટે આજે ગુજરાત આવશે

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત આવી રહ્યા છે. સોમવાર એટલે કે ૮ જાન્યુઆરીથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે. ૮મી જાન્યુઆરીની રાત્રીએ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

રાત્રીના ૮ કલાકે એરપોર્ટ પર પહોંચી સીધા જ રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસ સવારે ૧૦ કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં અન્ય દેશના વડાઓ સાથે દ્રિપક્ષીય વાતચીત કરશે. આ તબક્કો ૨ કલાકનો હશે. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે. બપોરે ત્રણ કલાકે વડાપ્રધાન મોદી હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચશે.

જ્યાં ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૦ જાન્યુઆરીએ વડાપ્રધાન રાત્રીના ૮ કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થનાર છે. નરેન્દ્ર મોદી આવતીકાલથી ૩ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. ૮ જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ આવશે પીએમ અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે.

વડાપ્રધાન મોદી ૯ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે મહાત્મા મંદિર પહોંચશે. મહાત્મા મંદિરમાં મોદી અન્ય દેશના વડાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત કરશે.
૯ જાન્યુઆરીએ ૧૦ કલાકે મહાત્મા મંદિર જશે. અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ૨ કલાક સુધી પીએમ મોદી અન્ય દેશના વડા સાથે કરશે વાતચીત કરશે. બપોરે ૨ કલાકે રાજભવન જશે.

બપોરે ત્રણ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. સાંજે ૪ કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. સાંજે ૫ કલાકે યુએઈના વડાનું પીએમ સ્વાગત કરશે. યુએઈના વડા સાથે મોદી એરપોર્ટથી ગાંધી આશ્રમ રોડ શો કરશે. ગાંધી આશ્રમથી બંને મહાનુભાવો હોટેલ લીલા જશે. વડાપ્રધાન મોદી ૧૦ જાન્યુઆરીએ સવારે ૯ કલાકે મહાત્મા મંદિર જશે અને વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે.

કાર્યક્રમ બાદ રાજભવન જવા રવાના થશે. બપોરે અઢી કલાકે ગ્લોબલ સીઇઓ સાથે બેઠક કરશે. સાંજે ૫ કલાકે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. અને ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો પીએમ પ્રારંભ કરાવશે. ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. ૮ વાગે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.